Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહાલારમાં 24 કલાકમાં કોરોનાના વધુ 381 કેસ પોઝિટિવ

હાલારમાં 24 કલાકમાં કોરોનાના વધુ 381 કેસ પોઝિટિવ

જામનગરમાં 255 ગ્રામ્યમાં 80 અને દ્વારકામાં 46 પોઝિટિવ કેસ : જામનગરમાં 85 ગ્રામ્યમાં 24 અને દ્વારકામાં 28 મળી કુલ 137 દર્દી સાજા થયા

- Advertisement -

જામનગર અને દ્વારકા જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં 255 અને ગ્રામ્ય વિસ્તારોમાં 80 મળી કુલ 335 કોરોના પોઝિટિવ દર્દીઓ નવા ઉમેરાયા હતાં. જયારે 109 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. ઉપરાંત દ્વારકામાં 46 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 28 દર્દીઓ સ્વસ્થ થયા હતાં.

- Advertisement -

જામનગર શહેરમાં કોરોના સંક્રમણ ગંભીર સ્થિતિમાં પહોંચી ગયું છે. ત્યારે છેલ્લાં 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં 335 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જયારે 109 દર્દીઓ સાજા થયા હતાં.ગ્રામ્યમાં કુલ 80 કેસ નોંધયા હતાં. જિલ્લામાં કુલ 381 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે 137 દર્દીઓ સાજા થયા હતાં. જામનગર શહેરમાં ગ્રામ્ય વિસ્તારની સરખામણસએ સંક્રમણ અનેક ગણું ઝડપી વકરી રહ્યું છે. સંક્રમણ વકરતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને વહિવટી તંત્ર દ્વારા એસટી ડેપો, રેલવે સ્ટેશન અને શોપિંગ મોલ, થીયટરો જેવા જાહેર સ્થળોએ રેપીડ કોવિડ ટેસ્ટની કાર્યવાહી પણ ઝડપી બનાવી દેવામાં છે. ઉપરાંત દરરોજ પોઝિટિવ કેસના જાહેર થતાં આંકડાઓ માત્ર સરકારી ચોપડે નોંધાય છે. તે જ જાહેર કરવામાં આવે છે. આના કરતાં અનેક ગણી પરિસ્થિતિ વધુ ખરાબ છે. કેમ કે, શહેરના ખાનગી હોસ્પિટલોમાં અને તબિબોને ત્યાર દરરોજના અસંખ્ય પોઝિટિવ કેસ નોંધાય છે અને આ પોઝિટિવ કેસો સરકારી ચોપડે નોંધાતા નથી અને આ કેસો ન તો સરકારી તંત્ર તબિબો પાસેથી મેળવે છે કે તબિબો પણ સામેથી પોઝિટિવ કેસના આંકડા સરકારને આપતા નથી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ કોરોના વાયરસના દ્વારકા તાલુકામાં 24, ખંભાળિયા તાલુકામાં 18, કલ્યાણપુર તાલુકામાં 3 અને ભાણવડ તાલુકામાં 1 મળી કુલ 46 નવા દર્દીઓનો ઉમેરો થયો છે. આજરોજ જિલ્લામાં કોરોના અંગેના કુલ 1,174 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ વચ્ચે દ્વારકાના 16, ભાણવડના 9 અને ખંભાળિયાના 3 દર્દીને સ્વસ્થ જાહેર કરાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular