ઉમિયા માતાજી પદયાત્રા સંઘ દ્વારા જામનગરથી સિદસરની 36મી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો આજે બપોરે બાલાહનુમાન મંદિર તળાવની પાળથી પ્રારંભ થયો હતો. ઉમિયા માતાજીની આરતી કરી આ પદયાત્રા પ્રસ્થાન થઇ હતી. જામનગરથી મોટી સંખ્યામાં લોકો પદયાત્રા સંઘમાં જોડાયા હતાં.