શેઠવડાળા ગામમાંથી પોલીસે જૂગાર દરોડામાં પાંચ શખ્સોને રૂા.13,250 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરમાંથી ઈદ મસ્જિદ પાસેથી સાત શખ્સોને રૂા.12,220 ની રોકડ અને ગંજીપના સાથે પતા રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુર તાલુકાના રાસંગપર ગામમાંથી પાંચ શખ્સોને જૂગાર રમતા પકડી પાડયા હતાં. લાલપુરના પીપળી ગામમાંથી જૂગાર રમતા પોલીસે પાંચ શખ્સોને ઝડપી લઇ રોકડ અને ગંજીપના જપ્ત કર્યા હતાં. જામનગર શહેરમાંથી ગોકુલનગર અને બેડેશ્ર્વર વિસ્તારમાંથી દરોડા દરમિયાન તેર શખ્સોને પકડી પાડી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો શેઠવડાળા ગામમાં રામદેવપીર મંદિર પાસે તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન દેવજી વાલજી વાઘેલા, હસમુખ નાથા વાઘેલા, મહેશ કરશન મકવાણા, દિનેશ ગોવિંદ મકવાણા અને રાહુલ કરશન મકવાણા નામના પાંચ શખ્સોને રૂા.13,250 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરમાં ઈદ મસ્જિદ પાસે ચોકમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન સમીર સાદીક સુમરા, કયુમ ઉર્ફે સોહિલ સાદીક સુમરા, કિરણ ઘનશ્યામ ધાધલ, કાદર મામદ મોવળ, સબીર મામદ ધમારિયા, ઝાહિદ મહમદ આમરોલિયા અને કાસમ સામત સુમરા નામના સાત શખ્સોને રૂા.12,220 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, લાલપુર તાલુકાના રાસંગપર ગામમાં નવાપરામાં પાણીના ટાંકા પાસે જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન મનુ નાથા બગડા, રાહુલ દોલત સુરેલા, વિરેન ઉર્ફે બાબુ સુભાષ ઝાખરિયા, રમેશ કરશન ડાભી અને કમલેશ ઉર્ફે લાલો જગદીશ સીપણિશયા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ રૂા.11,350 ની રોકડ અને ગંજીપના કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, લાલપુર તાલુકાના પીપળી ગામમાં આયુર્વેદિક ઔષધી કેન્દ્રની સામે ચાલતા જૂગાર સ્થળે પોલીસે બાતમીના આધારે રેઈડ દરમિયાન કૌશિક હીરાલાલ શાહ, હરેશ દેવચંદ સેજપાલ, કાંતિ જેથા બોથાણી, શીતલ ધીમંત વ્યાસ, હરસુખ વસરામ પાંચલ નામના પાંચ શખ્સોને ઝડપી લઇ રૂા.10,650 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર મયુરનગર પાણાખાણ પાસે તીનપતિનો જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન તખુ દિલુભા રાઠોડ, ઉદયસિંહ નવલસિંહ વાળા, પિયુષ અશોક ચૌહાણ, અજય કેશુ સીતાપરા, જયેશ લખમણ સોલંકી, સુરેશ સવજી સરવૈયા, ગણેશ કેશવજી પાડલિયા, વિજય ચિલેશ પાડલિયા, શકિતસિંહ પ્રભાતસિંહ રાઠોડ નામના નવ શખ્સોને ઝડપી લઇ રૂા.10,270 ની રોકડ તથા ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છઠો દરોડો, જામનગર શહેરમાં બેડેશ્ર્વર સંજયમિલ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે લાલુભા ભનુભા હાડા, મહેન્દ્ર ભરત પરમાર, જાવિદ ઈકબાલ રાજા અને ચંદ્રસિંહ મંગળસિંહ હાડા નામના ચાર શખ્સોને રૂા.10,310 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.