જંગલોમાં પોતાના અવાજથી ભય ઉત્પન્ન કરનારા વાઘ પોતાના જ અસ્તિત્વની લડાઇ લડી રહ્યાં છે. વધતા શહેરીકરણ અને ઘટતા જતા જંગલોને કારણે રાષ્ટ્રીય પ્રાણી વગર મોતે મરી રહ્યાં છે.
ભારતમાં વાઘોના સંરક્ષણ અને પ્રજનન માટે અનેક ઉપાયો કરવામાં આવ્યા છે અને તેના લાભ પણ જોવા મળી રહ્યાં છે. આમ છતાં છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ દર ત્રીજા દિવસે એક વાઘનું મોત થયું છ જે એક ચિંતાની બાબત છે. વાઘોન વિલુપ્ત થતી પ્રજાતિઓની તરફ ધ્યાન ખેંચવા માટે દર વર્ષે 29 જુલાઇએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવે છે. આ પરંપરા વર્ષ 2010માં સેંટ પીટ્સબર્ગમાં થયેલા ટાઇગર શિખર સંમેલનમાં શરૃ થઇ હતી.
ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ત્રણ વર્ષ એટલે કે 2019થી 2021 દરમિયામન દેશમાં કુલ 329 વાઘોનાં મોત થયા છે. જેમાંથી 68 વાઘોનાં મોત કુદરતી રીતે થયા હતાં. 29 વાઘોને શિકારીઓએ નિશાન બનાવ્યા હતાં. 30 વાઘ લોકો પર હુમલામાં મરી ગયા હતાં. 197 વાઘોના મોતનું કારણ જાણી શકાયું નથી અને તેની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન વાઘોના હુમલામાં 125 લોકોના પણ મોત થયા હતાં.