કાલાવડ તાલુકાના ટોડા ગામમાં આવેલી ઓઇલ મીલમાં પીજીવીસીએલની ટીમે ચેકિંગ દરમ્યાન વીજચોરી ઝડપી લઇ રૂા.31 લાખનું બીલ ફટકાર્યું હતું.
મળતી વિગત મુજબ અનુપમસિંહ ગેહલોત ડાયરેક્ટર (સલામતી) અને મુખ્ય તકેદારી અધિકારી જી.યુ.વી.એન.એલ. વડોદરા ની સૂચના અનુસાર એચ.આર. ચૌધરી, આઇ.પી.એસ. જોઈન્ટ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, જી.યુ.વી.એન.એલ. વડોદરા. તથા પી.જી.વી.સી.એલ. ના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેમજ જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી- કર્મચારીઓ તથા જી.યુ. વી.એન.એલ. વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ મારફતે વીજચોરી પકડવા તથા ડામવા માટે ચોક્કસ બાતમીના આધારે વીજ ચેકિંગ દરમ્યાન તારીખ ૧૨ ના રોજ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામે આવેલ રાજદીપ ઓઇલ મિલમાં એલ.ટી. પોલ પરથી ડાયરેક્ટ જોડાણા લઈ, મીટર બાયપાસ કરી, બિન-અધિકૃત વીજ વપરાશ કરતા હોય વીજ ચોરી નો કેસ નોંધી, અંદાજીત રૂપિયા ૩૧ લાખની વીજચોરી ઝડપી છે. તથા આસામી વિરુદ્ધ વીજ ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.