જામનગર શહેર-જિલ્લામાં પોલીસ દ્વારા જુગારના છ દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં જામજોધપુર ગામમાંથી જૂગાર રમતા સાત શખ્સોને રૂા.52,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગર તલાુકાના મોરકંડા ગામમાંથી પોલીસે જૂગાર રમતા સાત શખ્સોને રૂા.13180 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ
- પ્રથમ દરોડો, જામજોધપુર ગામમાં જાહેરમાં જૂગાર રમતા અમિત ચીમન લાલકિયા, મંદીપ કાંતિ સાપરિયા, મૌલિક વ્રજલાલ ગોર, નોંધાભાઈ નાથા ભોજાણી, ખેરાજ ગીગા મુન, વિરલ અરવિંદ ખાંટ નામના સાત શખ્સોને પોલીસે રૂા.17250 ની રોકડ રકમ અને રૂા.35000 ની કિંમતના 7 નંગ મોબાઇલ મળી કુલ રૂા.52250 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- બીજો દરોડો, જામનગર તાલુકાના મોરકંડા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા નારણ દામજી ગોહિલ, જીવરાજ રત્નાભાઈ ચૌહાણ, ભરત કરશન નકુમ, કિરીટ ત્રંબકલાલ અગ્રાવત, ભાવેશ રણછોડ ચૌહાણ, અરવિંદ કાંતિલાલ ચૌહાણ, ધીરુ ચકુભાઈ નકુમ નામના સાત શખ્સોને રૂા.13180 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
- ત્રીજો દરોડો, જામનગર શહેરનાં જલારામનગર શેરી નં.2 માંથી જૂગાર રમતા ચિરાગ ભગાભાઈ ભારાઈ, પરેશ ચીનાભાઈ ખટાણા, કરશન મોમાઈભાઈ, ભાસ્કર ગોપાલભાઈ નાયડુ, અર્જૂન સુરેશ મકવાણા અને રીંકુકુમાર રાજબહાદુર કશ્યપ સહિતના છ શખ્સોને રૂા.12880 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- ચોથો દરોડો, લાલપુર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા સંદીપ સોમા પરમાર, વિપુલ દાના પરમાર, રમેશ મંગા પરમાર, હિતેશ બુધા પરમાર, કેતન બચુ કદાવલા, જયેશ ઉર્ફે રવિ સોમા પરમાર નામના છ શખ્સોને રૂા.12270 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
- પાંચમો દરોડો, કાલાવડ તાલુકાના પીપળિયા ગામમાં ઝાડ નીચે જૂગાર રમતા ચેતન લાખા પાંભર, લલીત નારણ જેસડિયા, ભીખા ઈશાભાઈ હોથી, વિજય મકન ગોરસીયા નામના ચાર શખ્સોને રૂા.10210 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- છઠો દરોડો, જામનગર તાલુકાના હાપામાંથી વર્લીમટકાના આંકડા લખી પૈસાની હાર-જીત કરતા જેઠાનંદ ઉર્ફે સોનુ જેરામદાસ દેવાણી નામના શખ્સને પંચ એ પોલીસે રૂા.1600 ની રોકડ રકમ અને 2500 ના મોબાઇલ સહિત કુલ રૂા.4100 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.