આજે સવારના સમયે પોરબંદર-વેરાવળ હાઇવે નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો ખંભાળિયાના ખજૂરીયાથી માગરોળના લોએજ ગામે એક પરિવાર જઇ રહ્યો હતો તે દરમિયાન કાર પલટી મારી જતા ત્રણ યુવકોના મોતથી અરેરાટી થવા પામી છે. ગંભીર રીતે ઘાયલ બે લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આજે સવારના સમયે એક પરિવાર ખંભાળિયાના ખજૂરીયાથી માગરોળના લોએજ ગામે કાર લઇને જઇ રહ્યો હતો. તે દરમિયાન પોરબંદર-વેરાવળ હાઈવે પરના ચીકાસા અને નરવાઇ ગામ નજીક કાર પલટી મારતા ખંભાળિયાના એક જ પરિવારના કિશન ચંદ્રાવાડિયા,મયુર ચંદ્રાવાડિયા અને ઘેલું ચંદ્રાવાડિયાનું મોત નીપજ્યું છે. અને 2 લોકોની હાલત ગંભીર છે. આ કાર સુરેન્દ્રનગર પાર્સીંગની છે. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અને એક જ પરિવારના ત્રણ યુવકોના મૃત્યુથી શોકનો માહોલ છવાયો છે.