જામનગર પોલીસ ગઈકાલના રોજ ચેકિંગમાં હતી તે દરમીયાન દરેડ રાંદલમાતાજીના મંદિર નજીકથી જાહેરમાં દારૂની 6બોટલો સાથે નીકળેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. અન્ય દરોડો જેમાં શહેરના નાગેશ્વર કોલોનીમાં રહેઠ એક શખ્સના કબ્જામાંથી 6લીટર દેશી દારૂ જપ્ત કરી આરોપીઓ વિરુધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ પ્રફુલભાઈ વાઘેલા, ન્યુ નવાનગર સોસાયટીમાં રહેતા સોમભા વરજાંગભા સુમણીયા તથા મયુરસિંહ જાડેજા નામના શખ્શો દરેડ ખોડિયારમાતાજીના મંદિર પાસેથી સાંજના સમયે નીકળતા પોલીસ તપાસમાં આ શખ્સો પાસેથી દારૂની 6બોટલ મળી આવતા ત્રણેની અટકાયત કરી પંચકોશી બી ડીવીઝન પોલીસે રૂ.3000નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશન એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
અન્ય દરોડો જેમાં સીટી બી ડીવીઝન પોલીસે નાગેશ્વરકોલોનીમાં રહેતા વિશાલ વિનોદભાઈ બારિયા નામના શખ્સને ત્યાં દરોડો પાડતા 6લીટર દેશી દારૂ મળી આવતા તેની અટકાયત કરી ગુન્હો નોંધ્યો હતો.