Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્નના કેસમાં 3 માસની સજા

ચેક રિટર્નના કેસમાં 3 માસની સજા

- Advertisement -

જામનગર જલાની જાર વિસ્તારમાં રહેતા વિરેન્દ્ર પરસોતમભાઇ મકવાણા પાસેથી પુરી શાકની રેંકડી ધરાવતાં ભાવેશ શશીકાંત કટારમલે સંબંધદાવે હાથઉછીના એક લાખ રૂપિયા લીધા હતાં. જે રકમની પરત ચૂકવણી માટે ભાવેશ કટારમલ દ્વારા બેંક ઓફ ઇન્ડીયાનો એક લાખનો ચેક આપ્યો હતો. જે ચેક વિરેન્દ્રભાઇએ પોતાના બેંક ખાતામાં ભરતા એકાઉન્ટ કલોઝડના શેરા સાથે પરત કર્યો હતો. જેથી વિરેન્દ્રભાઇએ પોતાના વકીલ મારફત નોટીસ આપી હતી. તેમ છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા વિરેન્દ્રભાઇએ જામનગરી અજાલતમાં ધી નેગોશિયેઅલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ જામનગર એડી. ચીફ જ્યુ. મેજી. એ.ડી. રાવની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી ભાવેશ શશીકાંતભાઇ કટારમલને 3 માસની સાદી કેદની સજા તથા એક લાખ રૂપિયાનો દંડ જે દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. દંડની રકમ ભરપાઇ ન કરે તો વધુ પંદર દિવસની જેલ સજાનો હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે વકીલ સંજય સી. દાઉદીયા તથા ભાવિકાબેન પી. જોશી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular