Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજોડિયા તાલુકામાં 3 ઇંચ, જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ

જોડિયા તાલુકામાં 3 ઇંચ, જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ

જામનગર શહેર તથા લાલપુરમાં વરસાદી ઝાપટાં

- Advertisement -

જામનગર શહેર જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરી હતી. જોડિયા તાલુકામાં ગત રાત્રિથી શરૂ થયેલ વરસાદથી 3 ઇંચ પાણી વરસી ગયું હતું. જયારે જામજોધપુર તાલુકામાં અડધો ઇંચ અને જામનગર શહેરમાં છુટા છવાયા વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અડધાથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.

- Advertisement -

જામનગર શહેર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ફરી પધરામણી કરી હતી. જોડિયા તાલુકામાં ગઇકાલે રાત્રિના સમયે બે વાગ્યા બાદ વિજળીના કડાકા-ભડાકા વચ્ચે વરસાદ શરૂ થયો હતો. જે આજે સવાર સુધીમાં 3 ઇંચ પાણી વરસી ગયું હતું. 3 ઇંચ વરસાદથી જોડિયામાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જયારે 24 કલાક દરમ્યાન જામજોધપુર તાલુકામાં પણ અડધો ઇંચ વરસાદ થયો હતો. જામનગર શહેર તથા લાલપુર પંથકમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. વરસાદી ઝાપટાને પરિણામે જામનગર શહેરમાં માર્ગો ભીંજાતા કાદવ કીચડનું સામ્રાજય છવાયું હતું.

કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ અડધાથી દોઢ ઇંચ સુધી પાણી વરસ્યું હતું. છેલ્લા 24 કલાક દરમ્યાન જોડિયા તાલુકાના પીઠડમાં પોણો ઇંચ, બાલંભામાં સવા ઇંચ, હડિયાણામાં બે મી.મી., લાલપુર તાલુકાના પડાણામાં 15 મી.મી., મોડપર અને હરિપરમાં 7-7 મી.મી., ભણગોરમાં પ મી.મી., પીપરટોડા 4મી.મી., જામજોધપુર તાલુકાના વાંસજાળિયામાં 10 મી.મી., ધુનડા અને જામવાડીમાં 6-6 મી.મી., ધ્રાફા અને શેઠવડાળામાં 8-8 મી.મી., સમાણામાં 4 મી.મી., ધ્રોલ તાલુકાના જાલિયા દેવાણીમાં પ મી.મી., તથા લતીપુરમાં 2 મી.મી., જામનગર તાલુકાના મોટી ભલસાણમાં 8 મી.મી., અલિયાબાડામાં અને દરેડમાં 4-4 મી.મી., લાખબાવાળમાં પ મી.મી. વરસાદ નોંધાયો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular