પાકિસ્તાને અફઘાનિસ્તાન પર ટીટીપી જેવા આતંકવાદી સંગઠનોને પોતાની ધરતી પર આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. જોકે, અફઘાનિસ્તાને આ વાતનો ઇનકાર કર્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાને ગઈકાલે મોડી રાત્રે અફઘાન સરહદની અંદર હવાઈ હુમલો પણ કર્યો હતો, જેમાં ત્રણ ક્રિકેટરો સહિત 10 લોકો માર્યા ગયા હતા અને એક ડઝન અન્ય ઘાયલ થયા હતા. મેચ પૂરી થયા પછી જ્યારે આ બધા ખેલાડીઓ પોતાના ઘરે જવા માટે તૈયાર હતા, ત્યારે પાકિસ્તાને તેમના પર બોમ્બ ફેંક્યા. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન 48 કલાકનો યુદ્ધવિરામ જાળવવા સંમત થયા હતા, પરંતુ અફઘાનિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાને ઉશ્કેરણી વિના હુમલા ફરી શરૂ કર્યા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના ક્રિકેટરોના મોતની પુષ્ટિ કરી છે અને આગામી મહિને પાકિસ્તાન સાથે રમાનારી ત્રિ-રાષ્ટ્રીય ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી પણ ખસી ગયો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે ટુર્નામેન્ટ માટે હાજર રહેલા તેના ત્રણ ક્રિકેટરો પાકિસ્તાની હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. બોર્ડે આગામી મહિને પાકિસ્તાન સાથે રમાનારી ત્રિ-રાષ્ટ્રીય ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી પણ ખસી જવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાનની એરસ્ટ્રાઇકમાં 3 અફઘાન ક્રિકેટરોના મોત
અફઘાન-તાલિબાન લાલઘૂમ, પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો ઇન્કાર


