જામનગર શહેર જીલ્લામાં તીનપત્તી, ઘોડી પાસાનો જુગાર રમતા 29 શખ્સોને પોલીસે ઝડપી લઇ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ
- પ્રથમ દરોડો,જામનગર શહેરમાં ખોડિયાર કોલોનીસોઢા સ્કુલ પાછળ ઓમ શાંતિ લખેલ મકાનવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન કિશન ખીમા બરાઈ, કરીમ ઈબ્રાહીમ ખુંભીયા, મયુરરાજ રણજીતસિંહ જાડેજા, કિશન અરજણ ડેર, દીપક વિજય બોહકિયા, હર્ષદ પરબત ચાવડા તથા એક મહિલા સહીત 7 શખ્સોને રૂ. 11,680ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.
- બીજો દરોડો, જામનગર શહેરમાં ગુલાબનગર સિન્ડીકેટ સોસાઈટી શેરીનં 1 માંથી પોલીસે રેઇડ દરમ્યાન ચિરાગ સામજી નડીયાપરા, અતુલ રમેશ મઢવી,સુરેશ કરશન ટંકારીયા, રવી સુરેશ ટંકારીયા કલ્પેશ સુરેશ ટંકારીયા નામના 5 શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ રૂ.2540ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
- ત્રીજો દરોડો, મેઘપરમાં જોગવડ ગામ રાણીશીપ વિસ્તાર રાંદલ માતાજીના મદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન મનોજ કમાલભાઈ ઉર્ફે કડકોભાઈ કાપડી, કાસમ ઇસુ લાકડિયા તથા નવલ મનસુખ રાઠોડ નામના ત્રણ શખ્સોને રૂ. 5050ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.
- ચોથો દરોડો ધ્રોલના મોટાવાગુદડ ગામમાં આશાપુરા માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા જયંતિ મેઘા ઝાલા, શૈલેષ વીરજી ચૌહાણ, અશ્વિન અમરશી ચૌહાણ, અશોક વીરજી ચાવડા નામના ચાર શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ રૂ.3950ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
- પાંચમો દરોડો, હાપા રેલવે સ્ટેશનરોડ ખીરા ફર્નીચરની બાજુની શેરીમાં અશોક જીણા રંગપરા દ્વારા તેના મકાનમાં નાલ ઉઘરાવી જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન અતુલ માધવજી ડાબસરા, મહાવીરસિંહ બટુકભા ઝાલા, ભગીરથસિંહ ભીખુભા જાડેજા, મહેશ ધીરુ રાઠોડ, સંજય નાનજી રાઠોડને જુગાર રમતા ઝડપી લઇ રૂ.22.800ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
- છઠો દરોડો, જામનગર શહેરમાં નવાગામ ઘેડ જાસોલિયા સોસાઈટી ઈમામ ખાના પાસે દિનેશ મોલાઆહીર, યાકુબ રસીદખાન પઠાણ, કમલેશ ભીમજી જોગિયા,આસિફ અજીત સોલંકી જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે રૂ. 2850 2540ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.