Monday, December 23, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફોર્મ ચકાસણીના અંતે 29 ફોર્મ માન્ય

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફોર્મ ચકાસણીના અંતે 29 ફોર્મ માન્ય

ફોર્મ પરત ખેંચાયા બાદ આવતીકાલે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે

- Advertisement -

દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં બંને બેઠક પર ફોર્મ ચકાસણી બાદ ખંભાળિયા તથા દ્વારકા બેઠક પર અનુક્રમે 14 તથા 15 મળી કુલ 29 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. ખંભાળિયાની બેઠક પર સાત ફોર્મ રિજેક્ટ થતા હવે 14 ઉમેદવાર માન્ય રહ્યા છે. દ્વારકા બેઠક પર બે ફોર્મ રિજેક્ટ થતા 15 ઉમેદવાર રહ્યા છે. જો કે ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત તા. 17 નવેમ્બર છે. જેથી કાલે સાંજે ચૂંટણી જંગના ઉમેદવારોની ફાઇનલ નામાવલી સ્પષ્ટ થઇ જશે.

- Advertisement -

દ્વારકા જિલ્લાની 81- ખંભાળિયા બેઠક માટે માન્ય ઉમેદવારોની નામાવલી

(1) મુળુભાઈ બેરા – ભાજપ (2) વિક્રમભાઈ માડમ – કોંગ્રેસ (3) ગોવિંદભાઈ સોલંકી – બસપા (4) ઈસુદાન ગઢવી – આમ આદમી પાર્ટી (5) લખુભાઈ છેતરિયા – ગુજરાત નવનિર્માણ સેના (6) બુખારી યાકુબ મહમદ હુશેન – અઈંખઈંખ (7) ઈબ્રાહીમભાઈ ઘાવડ – અપક્ષ (8) કરસનભાઈ જેશાભાઈ નાગેશ – અપક્ષ (9) નુરમામદ જુસબ પરીયાણી – અપક્ષ (10) મંજુબેન કારાભાઈ પિંગળ- અપક્ષ (11) રામકૃષ્ણ નરભેશંકર રાજ્યગુરૂ- અપક્ષ (12) વાલા હમીર મકવાણા – અપક્ષ (13) મુસ્તાક ઈબ્રાહીમ સોઢા – અપક્ષ (14) હીરબાઈ ગઢવી – અપક્ષ

- Advertisement -

દ્વારકા જિલ્લાની 82- દ્વારકા બેઠક માટે માન્ય ઉમેદવારોની નામાવલી

(1) મુળુભાઈ કંડોરીયા – કોંગ્રેસ (2) પબુભા માણેક – ભાજપ (3) ચંદ્રસિંહ હાથલ – બસપા (4) આહિર તુષાર હાથલીયા – રાઈટ ટુ રિકોલ પાર્ટી (5) પરમાણી કિશનકુમાર – ગરવી ગુજરાત પાર્ટી (6) માડમ નાથાભાઈ ફોગાભાઈ- ગુજરાત નવનિર્માણ સેના (7) લખમણભાઈ બોઘાભાઈ નકુમ – આમ આદમી પાર્ટી (8) હમીર ડેર – સમાજવાદી પાર્ટી (9) અસરફમિયા કાદરી – અપક્ષ (10) કિશોર ચાવડા- અપક્ષ (11) ઘેડિયા અમિત – અપક્ષ (12) દેવેન્દ્ર માણેક – અપક્ષ (13) નાગશ કરશનભાઈ – અપક્ષ (14) ભગવાનજી થોભાણી – અપક્ષ (15) રાકેશ નકુમ – અપક્ષ ઉમેદવાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular