Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયદિલ્હી અગ્નિકાંડમાં 27ના મોત, જુઓ વિકરાળ આગનો વિડીઓ

દિલ્હી અગ્નિકાંડમાં 27ના મોત, જુઓ વિકરાળ આગનો વિડીઓ

10 લોકો ગંભીર રીતે ઘાયલ : 19 લાપતા :  પોલીસે બિલ્ડીંગના માલિક સહીત 2ની અટકાયત કરી

- Advertisement -

દિલ્હીના મુંડકા વિસ્તારમાં શુક્રવારે સાંજે ત્રણ માળની કોમર્શીયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગ એટલી ગંભીર હતી કે થોડી જ વારમાં ત્રણ માળ સુધી ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે, જેમાંથી 15 મહિલાઓ અને ફાયરના બે જવાનોનો સમાવેશ થાય છે. 50 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ઉપરાંત 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેસડવામાં આવ્યા છે.

- Advertisement -

ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવામાં લાગી ગઈ હતી. વડાપ્રધાન મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાંજના સમયે લાગેલી આગ પર સાત કલાક બાદ મોડી રાત્રે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ ધુમાડા અને કાટમાળમાં ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.

- Advertisement -

આ બિલ્ડિંગમાં અનેક કંપનીઓની ઓફિસો અને ફેક્ટરીઓ આવેલી છે. આગ લાગ્યા બાદ આ ઓફિસોમાં કામ કરતા અનેક લોકો બિલ્ડીંગમાં ફસાઈ ગયા હતા. દુર્ઘટનામાં જે  લોકોના મૃત્યુ થયા છે તેના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. જો કે આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી સામે આવ્યું નથી. દિલ્હી પોલીસે બિલ્ડિંગના માલિકો હરીશ ગોયલ અને વરુણ ગોયલને કસ્ટડીમાં લીધા છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular