ગ્લોબલ વોર્મિંગની અસર હવામાન સ્પષ્ટ જોવા મળી રહી છે. ભારતના જુદા-જુદા વિસ્તારોમાં હવામાનના મોટા ફેરફારો કહેર વર્તાવી રહ્યા છે.
એક તરફ રેકોર્ડબ્રેક ભીષણ ગરમી તો બીજી તરફ પૂર અને વાવાઝોડાની તબાહી બદલાયેલા હવામાનનો પરિચય આપી રહી છે. ભીષણ ગરમીએ કહેર વર્તાવ્યા બાદ આસામમાં ભારે પૂરે તબાહી મચાવી છે. આટલું ઓછું હોય તેમ બિહારના અનેક જિલ્લાઓમાં તોફાની વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. ભારે ખાનાખરાબી સર્જી છે. તોફાની પવન સાથે ખાબકેલા વરસાદને કારણે 27 લોકોના મોત થયા છે. બીજી તરફ ચોમાસું પહેલાં જ કેરળ અને કર્ણાટકમાં મૂશળધાર વરસાદ આફત વરસાવી રહ્યો છે.
બિહારમાં વાવાઝોડાના પાણીએ તબાહી મચાવી હતી. બપોરે આવેલા વાવાઝોડામાં 27 લોકોના મોત થયા છે. ભાગલપુર અને મુઝફ્ફરપુરમાં છ-છ લોકોના મોત થયા છે. લખીસરાઈ જિલ્લામાં ત્રણ લોકોના મોત થયા છે. વૈશાલી અને મુંગેરમાં બે-બે, બાંકા, જમુઈ, કટિહાર, કિશનગંજ, જહાનાબાદ, સારણ, નાલંદા અને બેગુસરાઈમાં એક-એક મૃત્યુ પામ્યા. પ અને રેલ્વે ટ્રેક પર વાયરો અને વૃક્ષો પડતાં રોડ અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સહરસામાં ઓએચઇ વાયર તૂટવાને કારણે ત્રણ કલાક સુધી ટ્રેનની કામગીરી અટકી પડી હતી.
બાંકામાં પાંજવારા-ધોરૈયા સ્ટેટ હાઈવે 84 મુખ્ય માર્ગ પર આવેલ પંજવારા પેક્સ ગોડાઉન પાસે જોરદાર વાવાઝોડાના કારણે મુખ્ય માર્ગ બ્લોક થઈ ગયો હતો, રોડ સાઈન બોર્ડ વચ્ચેના રોડ પર પડી ગયા હતા. ગોપાલગંજમાં ધૂળની ડમરીના કારણે હવામાનનો મિજાજ બદલાઈ ગયો અને વરસાદ પણ પડ્યો. બપોરના 3.30 વાગ્યે પટનામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. આકરા તડકા અને ભેજથી પરેશાન લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો, ત્યારે ધૂળની ડમરીઓના જોરદાર આંધીથી પસાર થતા લોકો અને બજારના લોકો પરેશાન થયા હતા.
લગભગ 60 કિમીની ઝડપે આગળ વધી રહેલા આ ધૂળના તોફાનના કારણે થોડો સમય અંધારપટ છવાઈ ગયો હતો. પટના મ્યુઝિયમનું એક ઝાડ રસ્તા પર પડ્યું, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો.
જયારે ધૂળના તોફાનના કારણે, અસ્થાવન પોલીસ સ્ટેશન વિસ્તારના દેશણા રોડ પર એક વાયરનું ઝાડ મહિલા પર પડ્યું. આ અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. જોરદાર તોફાનને કારણે ગંગામાં હોડી પલટી ગઈ હતી.