જૂગાર દરોડાની વિગત મુજબ, લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રાધે ક્રિષ્ના મંદિરની બાજુના વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા હોવાની પોલીસે મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન લલનરામ કેશ્વરરામ રામ, સુબીર સિન્હા બિશ્વનાથ સિન્હા, પદ્મોલોચનસિંહ સુદાઅનસિંહ રાજપુત, પિન્કકુમાર વિજય સહ કુલ્હા અને રવિ ભોલા શાહ નામના પાંચ શખ્સોને રૂા.11250 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બીજો એક દરોડો આ જ વિસ્તારમાં પાડયો હતો જેમાં પોલીસે રોહિતકુમાર મદનસ શાહ તુલ્હા, રાજુ સંભુ ઉપાધ્યાય, વિક્રમભાઈ વિશ્ર્વનાથ ચૌધરી, રાજુ સુખદેવ રાય નામના ચાર શખ્સોને તીનપતિ રમતા દબોચી લઇ તેની પાસેથી ગંજીપના અને રૂા.10,400 ની રોકડ રકમ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના બેડ ગામમાં ગબીપીર તળાવ પાસે તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન હિતેશ સામત પરેશા, રવજી ઉર્ફે રવિ રમણિક લાલવાણી, અમિત રામજી લાલવાણી નામના ત્રણ શખ્સોને રૂા.10,700 ની રોકડ સાથે આંતરી લઇ નાશી ગયેલા જીતો રાણા લાલવાણી અને અજય ભરત લાલવાણી નામના બે શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
ચોથો દરોડો, ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે આવેલા વોંકળામાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન દીલીપગર મણીગર ગોસાઈ, ઈસ્માઈલ જીવા જસરાયા, હુશેન હારુન ચાવડા નામના ત્રણ શખ્સોની રૂા.1890 રોકડ અને 3500 ના ત્રણ મોબાઇલ મળી કુલ રૂા.5390 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલા એલિયાઝ હબીબ ચાવડા, હનિફ ઉમર સુમારિયા, જાકીર લતીફ મકવાણા નામના ત્રણ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
પાંચમો દરોડો, જોડિયા તાલુકાના મોરાણા ગામમાં આવેલ હનુમાનજીની ડેરી પાછળના વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા નરેશ બાબુ અઘારિયા, પ્રવિણ જીકા અઘારિયા, વિપુલ બચુ વાંક, લાલાલ મચ્છા ટોયટા, જગદીશ જીલુ બસીયા નામના પાંચ શખ્સોસને રૂા.4990 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છઠો દરોડો, જામનગર તાલુકાના શેખપાટ ગામમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પાસેથી પોલીસે રેઈડ દરમિયાન તીનપતિનો જૂગાર રમતા અરવિંદ વાલજી ધારેવાડિયા, સંદિપ રમેશ મકવાણા, બાબ મનજી ડાભી, રાજા પેમા ધારેવાડિયા, રાકેશ જાદા ધારેવાડિયા અને મહાવીરસિંહ હેમતસિંહ જાડેજા નામના છ શખ્સોને રૂા.3780 ની રોકડ અને ગંજીપના સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.