મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી જામનગર ખાતે આજરોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરી દાતા ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા સ્થળ પર જ ઉમેદવારોનું ઇન્ટરવ્યુ લઈને અંદાજે 240 જેટલા યુવાઓને પ્લેસમેન્ટ આપવામાં આવ્યું હતું. રોજગાર ભરતી મેળામાં આશરે 450 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. અને નામાંકિત 12 જેટલી કંપનીઓના નોકરીદાતાએ ઉપસ્થિત રહીને ઉમેદવારોની પસંદગી કરી હતી. નોકરીદાતા અને રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂની બેઠક વ્યવસ્થા માટેના પેમ્પલેટનું વિતરણ કરી રોજગારવાંચ્છુને સરળતાથી પસંદગીના નોકરી તથા સક્ષમ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહી શકાય તે પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરાઇ હતી.