જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી રહેતા મિલકત વેરા મામલે કમિશનરની સૂચનાથી કર્મચારીઓ દ્વારા શનિવાર સાંજ સુધીમાં કુલ 24 મિલકતો સીલ કરવામાં આવી હતી. જેમાં 65 આસામીઓ પાસેથી રૂા.18.90 લાખની સ્થળ પર વસૂલાત કરાઇ હતી.
મળતી વિગત મુજબ, જામનગર મહાનગર પાલિકા દ્વારા 31/03/2020 સુધીમાં બાકી રહેતા મિલકત વેરાની રીકવરી કરવા માટે મ્યુ.કમિશનર સતિષ પટેલની સૂચનાથી આસી. કમિશનર (ટેકસ) જીજ્ઞેશ નિર્મલ, ટેકસ ઓફિસર જી.જે.નંદાણિયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત પંચેશ્ર્વરટાવર પાસે વિપુલ બાબુલાલ મહેતા, પાણાખાણમાં રમેશભાઈ બાબુભાઈ એન્ડ દિનેશભાઈ વાળા, પટેલ કોલોની શેરી નં.6 નિલેશ ઉદયશંકર દિક્ષીત, વિશાલ હોટલ સામે લક્ષ્મણ દેવજી ચાવડા, લીમડાલાઈન રજપૂત પરા શેરી નં.3 પ્રવિણ અગ્રવાલ એન્ડ કમલા અગ્રવાલ, ક્રિષ્નનગર મેઈન રોડ પર ભાડુઆત નિલેશ ભાટીયા, ખાદીભંડાર સામે રમણિકલાલ પોપટલાલ, પટેલ કોલોની 9 મા કિશોર લીલાધર કટારિયા, સુતરિયા બિલ્ડિંગમાં અબ્દુલ મજીદ હાજી અબ્દુલ વાડીવાલા, 9 પટેલ કોલોનીમાં અમિષ એપાર્ટમેન્ટમાં સતાર હસન, પાણાખાણમાં ઈકબાલ નુરમામદ ખફી, સુપરમાર્કેટમાં લક્ષ્મીબેન ગોકળદાસ લાલવાણી, નાગનાગ ગેઈટ સ્મશાન રોડ પર લક્ષ્મણભાઈ બેચરભાઈ, વિશાલ હોટલ સામે નારણભાઈ લક્ષ્મણભાઈ ચાવડા, ભીમવાસમાં ધર્મેન્દ્ર માધુભાઈ ચાવડા, ખીમજીભાઈ દાનાભાઈ રાઠોડ, 6 પટેલ કોલોની માં બહાદુરસિંહ વી. જાડેજા, ગાંધીનગર મેઈન રોડ પર રીટાબા શકિતસિંહ જાડેજા, ગીતાબા પૃથ્વીરાજસિંહ જાડેજા, શિવધારા ડેવલોપર્સ તથા ખંભાળિયા રોડ પર રમેશભાઈ લક્ષ્મણભાઈ ચાવડા સહિતના 24 આસામીઓની મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરી અંતર્ગત મિલકત વેરા વિભાગ દ્વારા 65 આસામીઓ પાસેથી 18,90,614 ની રકમ સ્થળ પર વસૂલ કરવામાં આવી હતી તેમજ ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન શનિવાર સુધીમાં મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા કુલ રૂા.58.08 કરોડની વસૂલાત અને 54 મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.