Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર જીલ્લામાં 9 મહિલા સહીત 23 શખ્સો જુગાર રમતા ઝડપાયા

જામનગર શહેર જીલ્લામાં 9 મહિલા સહીત 23 શખ્સો જુગાર રમતા ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરમાં પટેલ કોલોની વિસ્તારમાંથી પોલીસે રેઈડ દરમિયાન ૩ મહિલા સહીત કુલ સાત શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રૂપિયા 40250 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જામજોધપુરના રબારીકા ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂપિયા 12930 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેઈડ દરમ્યાન બે શખ્સો નાસી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી. જામનગર શહેરના રામેશ્વર નગર વિસ્તારમાંથી પોલીસે રેઈડ દરમિયાન નવ મહિલાઓને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ રૂપિયા 7960 નો મુદ્દામાલ કબજે કર્યો હતો લાલપુર તાલુકાના ચાંદગઢ ગામની કુકડા કેન્દ્ર ની ધાર માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂપિયા 6890 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -

જુગાર દરોડા ની વિગત મુજબ

  • પ્રથમ દરોડો જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નંબર 6/4 માં અન્નપૂર્ણા ફૂડ ઝોન પાછળ શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ત્રણ મહિલા તથા હુસેન મામદ ખફી, આમદ તૈયબ ચના, સંજય નાનજી ગોહિલ તથા ભુપેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા સહિત કુલ સાત શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા અને 40250ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
  • બીજો દરોડો જામજોધપુરના રબારીકા ગામમાં ચોકમાં આવેલ શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ખીમા રામા કરમુર, દિનેશ નગાભાઈ પોપાણીયા, મનસુખ વજશી કરમૂર તથા કિશોર કારા કરંગીયા નામના ચાર શખ્સોને રૂપિયા 12930 ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. રેઈડ દરમિયાન માલદે પરબત કરમૂર તથા પંકજ દેવશી ચાવડા નામના બે શખ્સો નાસી જતા પોલીસ દ્વારા શોધખોળ આદરી કુલ 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
  • ત્રીજો દરોડો જામનગર શહેરના રામેશ્વર નગર વિનાયક પાર્ક શેરી નંબર 8માં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન આઠ મહિલાઓને રૂપિયા 7960 ની રોકડ રકમ સાથે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
  • ચોથો દરોડો જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ચાંદગઢ ગામની કુકડા કેન્દ્રનીઓ ધારમાં પવનચક્કી નીચે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન પ્રવીણ કાનજી ભટાસણા, નટવર મૂળજી વાઘાણી તથા અશોક મૂળજી ભાલોડીયા નામના ત્રણ શખ્સોને રૂપિયા 6890 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular