જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા જૂગાર સંબંધિત ચાર દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં જામનગર શહેરના મયુરનગર વિસ્તારમાં કાટછાપનો જૂગાર રમતા સાત શખ્સોને ઝડપી લઇ રૂા.1,70,294 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. લાલપુર તાલુકાના ઈશ્ર્વરીયા ગામમાંથી પોલીસે ચાર શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરના બાલવા સ્ટેશન રોડ પરથી જૂગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડયા હતાં અને તેની પાસેથી રૂા.7350 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કર્યા હતાં. જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં જૂગાર રમતા સાત શખ્સોને ઝડપી લઇ રોકડ અને ગંજીપના કબ્જે કર્યા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના મયુરનગર વામ્બે આવાસ રોડ પર જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન કાટછાપનો જૂગાર રમતા સાજણ ઉર્ફે મુન્નો નાથા મુન, કચરા ઉર્ફે કિશન લગધીર સંધીયા, રવિ ઠાકરશી અજાણી, પ્રવિણ કરશન બોખાણી, અજયસિંહ નીરુભા જાડેજા, અસ્લમ અબ્બાસ બાબવાણી અને પ્રકાશસિંહ ઉર્ફે પકો રાજેન્દ્રસિંહ ગોહિલ નામના સાત શખ્સોને રૂા.10,294 ની રોકડ તથા રૂા.30 હજારના ચાર મોબાઇલ તેમજ રૂા.1,30,000 ની કિંમતના બે મોટરસાઈકલ મળી કુલ રૂા.1,70,294 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, લાલુપર તાલુકાના ઈશ્ર્વરિયા ગામમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન લાલસુર હીરા ઘોડા, સિકંદર સતાર શાહમદાર, ભગત ઉર્ફે ભરત રમણ ઉર્ફે રામા મોઢવાડિયા અને સાહીદ સતાર શેખ નામના ચાર શખ્સોને રૂા.23750 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામજોધપુર તાલુકાના બાલવા ગામના સ્ટેશન રોડ ઉપર ખુલ્લી જગ્યામાં તીનપતિનો જૂગાર રમતા પોલીસે બાતમીના આધારે રેઈડ દરમિયાન શૈલેષ સુભાષ વાવેચા, રમેશ રસીક સાંગેચા, રામદેવ ભોજા ધામેચા, વિજય દામજી ચૌહાણ, કારણ નારણ ભોળદરિયા નામના પાંચ શખ્સોને રૂા.7350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં કોળી વાસમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ભુપત હંસરાજ ઝરમરિયા, અજય ભુપત ઝરમરીયા, વિપુલ કારા સીતાપરા, વનરાજ રણછોડ સીતાપરા, જીતેશ સવજી સીતાપરા, વિજય સવજી સીતાપરા અને કમલેશ કારુ સીતાપરા નામના સાત શખ્સોને રૂા.3710 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.