દિલ્હીમાં આવેલી હિન્દુ રાવ હોસ્પિટલમાંથી કોરોનાના 23 દર્દીઓ કોઇને કહ્યા વગર જતાં રહેતા વહીવટી તંત્ર ઉધામાંથી કામે લાગી ગયું છે અને આ ઘટના બાદ હવે હોસ્પિટલને પણ કડક આદેશ અપાયો છે કે, જો કોઈ કોરોના દર્દી જાણ કર્યા વગર જતો રહે તો આ અંગે દિલ્હી સરકાર અને પોલીસને જાણ કરવાની રહેશે. આ ઘટનામાં ઉત્તર દિલ્હી કોર્પોરેશનના મેયર જયપ્રકાશે કહ્યુ હતુ કે, સમગ્ર ઘટનાની તપાસ થઈ રહી છે અને દિલ્હી સરકાર તેમજ પોલીસને પણ તેની જાણ કરાઈ છે. તેમણે કહ્યુ હતુ કે, આ હોસ્પિટલ 18 એપ્રિલથી શરુ કરાયુ હતુ અને તેમાં અત્યાર સુધીમાં 650 દર્દીઓ દાખલ થઈ ચુક્યા છે.જેમાંથી 150 દર્દીઓ સાજા થઈને ગયા છે.જોકે કેટલાક દર્દીઓ અમને કહ્યા વગર રવાના થઈ ગયા છે.આ હોસ્પિટલ ગયા મહિને જ શરુ થઈ છે અને અહીંયાથી ગાયબ દર્દીઓએ તંત્રની ચિંતા વધારી છે.કારણકે તેઓ બીજા લોકોમાં પણ સંક્રમણ ફેલાવી શકે છે.