વિધાનસભા ચૂંટણીને કારણે બાકી રહી ગયેલી રાજયની 23 એપીએમસીની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં વિવિધ એપીએમસીની ચૂંટણીઓ યોજાશે. ફેબ્રુઆરીમાં બે એપીએમસીની ચૂંટણી યોજાશે. જેમાં આવતીકાલે વિઝાપુર તથા 24 ફેબ્રુઆરીએ રાજપીપળાની ચૂંટણી યોજાશે.
જયારે માર્ચ મહિનામાં 4 માર્ચે એક માત્ર અંજાર એપીએમસીની ચૂંટણી યોજાશે. જયારે બાકીની 17 એપીએમસીની ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજાશે. જે પૈકી 10 એપીએમસીની ચૂંટણી એક સાથે 17 એપ્રિલે યોજાશે. 1ર એપ્રિલે બાયડ, 26 એપ્રિલે સોનગઢ તથા સુરત અને વિરમગામની ચૂંટણી 24 એપ્રિલે યોજાશે.