જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છ દેશી દારૂ બનાવવાની ભઠીઓ ઝડપી લઇ ભઠ્ઠીના સાધનો, કાચો આથો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર સીટી સી વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક વી.બી.વસાવાના માર્ગદર્શન હેઠળ સીટી સી ના પોલીસ સ્ટાફ દ્વારા નિલેશ માંડણ ગઢવીના ભોગવટાના રહેણાંક મકાન કોમલનગર, વામ્બે આવાસ રોડ માંથી રૂા.2100ની કિંમતનો 1050 લીટર કાચો આથો, 3000 ની કિંમતનો 150 લીટર દેશી દારૂ તથા ચાલુ ભઠ્ઠી અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂા.10,350 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમ્યાન આરોપી જેઠા માંડણ ગઢવી ન મળી આવતા તેની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો ગણપતનગર બાવરીવાસમાં એક મહિલા દેશી દારૂ વહેંચતી હોવાનું બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન રૂા.180ની કિંમતનો 9 લીટર દેશી દારૂ, 85 લીટર કાચો આથો તથા ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂા.850 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી મહિલાની શોધખોળ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો વુલનમીલ ફાટક બાવરીવાસ પાસે રહેતી મહિલા તેના રહેણાંક ઝૂંપડામાં દેશી દારૂ બનાવી વેેંચતી હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન દેશી દારૂ, આથો સહિત કુલ રૂા.1150નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી મહિલાની શોધખોળ હાથ ધરી હતી.
ચોથો દરોડો વુલનમીલ ફાટક ગણપતનગર શેરી નં.2માં રહેતી મહિલા તેના રહેણાંક ઝૂંપડામાં દેશી દારૂ બનાવી વેંચતી હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન દેશી દારૂ, આથો તથા ભઠ્ઠીના સાધનો સહિત રૂા.790 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પાંચમો દરોડો જામનગરના જાગૃતિનગર બાવરીવાસમાં રહેતી મહિલા તેના મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન 25 લીટર દેશી દારૂ તથા 150 લીટર આથો સહિત કુલ રૂા.1850 નો મુદ્દામાલ કબ્જે કરી મહિલાની શોધખોળ હાથ ધરી હતી.
છઠ્ઠો દરોડો જામનગર કોળીના દંગા પાસે રહેતી મહિલા તેના મકાનમાં દેશી દારૂ બનાવી વેંચતી હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન 14 લીટર દેશી દારૂ, 55 લીટર આથો સહિત કુલ રૂા.1690 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
આ કાર્યવાહી સીટી સી પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.એ.પરમાર, હેકો ફેઝલભાઈ મામદભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિપુલભાઈ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ વસંતભાઈ બારડ, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.