જામનગર શહેરમાં મોડી રાત્રી સુધી ચા-પાનની દુકાને બિનજરૂરી બેસી રોમિયોગીરી કરતા શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ટ્રાફિક શાખા દ્વારા મુખ્ય રોડ પર અડચણરૂપ વાહનો પાર્ક કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી વાહનો ડીટેઇન કર્યા હતા.
આ અંગે ની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલી ચા-પાનની દુકાનો અને ગલ્લાઓ ઉપર રાત્રીના સમયે બેસી ટોળા ટપ્પા અને રોમિયોગિરી કરતા લુખ્ખા તત્વો સામે કાર્યવાહી અંતર્ગત પોલીસ વડા પ્રેમસુખ ડેલુંની સૂચનાથી પીઆઇ એન એ ચાવડા, પીએસઆઈ વી આર ગામેતી તથા સ્ટાફ દ્વારા હોસ્પિટલ રોડ, જોલી બંગલો રોડ પર નાઇટ ડ્રાઇવની ખાસ ઝુંબેશ હેઠળ રૂપિયા 1200 નો દંડ વસૂલી પાંચ બાઇક ડીટેઇન કરી હતી.
તેમજ ટ્રાફિક શાખાના પીઆઇ એમ બી ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી એસ વાળા, આર સી જાડેજા, આર એલ કંડોરિયા તથા એએસઆઈ રમેશભાઈ પરમાર, હેકો મહેન્દ્રસિંહ ઝાલા, મનહરસિંહ ઝાલા, ગિરિરાજસિંહ જાડેજા, ઘેલુગર ગોસાઈ સહિતના સ્ટાફે સાત રસ્તા સર્કલ અને વિક્ટોરિયા પુલ પાસેના મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ વાહનો તથા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પેસેન્જર પરિવહન કરતા 21 ઇક્કો વાહનો ડીટેઇન કરી કુલ 122 કેસો કરી રું.68,300 નો દંડ વસૂલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..