જામનગર શહેરના ધરારનગર નજીક આવેલા કરબલાચોકમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.26,550 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટિયા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.11,460 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.10,320 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે છ શખ્સો નાશી ગયા હતાં. જામનગર તાલુકાના વીજરખીના વાડી વિસ્તારમાંથી જૂગાર રમતા આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10610 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના ધરારનગર 1 માં આવેલા કરબલા ચોકમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પીએસઆઈ આર.એ. વાઢેર તથા સ્ટાફે રેઈડ દરમિયાન નિજામ ઉર્ફે બળિયો રસીદ ચીંગડા, સીકંદર કાસમ જોખિયા, ઈમરાન ઓસમાન ભટ્ટી, બસીર અબ્બાસ ભટ્ટી, અબ્દુલ અલારખા સમા નામના પાંચ શખ્સોને રૂા.26550 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટીયા પાસે જાહેરમાં જૂગાર રમતા ઉમેદસંગ જીવુભા જાડેજા, વિજયસિંહ ભીખુભા જાડેજા, દિવ્યરાજસિંહ રણજીતસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જટુભા જાડેજા, જયરાજસિંહ અજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડ નામના છ શખ્સોને રૂા.11460 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામજોધપુરમાં તાલુકા પંચાયત પાછળના વિસ્તારમાં જૂગાર રમતા મેહુલ ઉર્ફે સાગર મનસુખ ડાભી, પ્રતિક ઉર્ફે કાલી જેરામ ડાભી નામના બે શખ્સોને રૂા.1820 ની રોકડ રકમ અને રૂા.8500 ની કિંમતના બે મોબાઇલ સહિત રૂા.10320 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ રેઈડ પૂર્વે નાશી ગયેલા મનિષ ડાભી, નિલેશ ધોળકિયા, હિતેશ ભના વાઢેર, પ્રતિક સગર, અજય ડાભી, મોહિત ઉર્ફે બાડો વજુ ડાભી નામના છ સહિતના આઠ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર તાલુકાના વીજરખી ગામના વાડી વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા હુશેન ઈસ્માઇલ શેખ, હનિફ ઉર્ફે ભુપેન્દ્ર કાસમ મનસુરી, અલતાફ કાસમ બ્લોચ, ઈમ્તિયાઝ શેખ, કાસમ હારુન સાટી, રીયાઝ મહમદ દરજાદા, નદીમ નુરમામદ દરજાદ, સાજીદ કાસમ દરજાદા નામના 8 શખ્સોને રૂા.10610 ની રોકડ રકમ અને ગંજીપના સાથે પોલીસે ઝડપી લીધા હતાં.
જામનગર જિલ્લામાં ચાર જૂગારદરોડામાં 21 શખ્સ ઝડપાયા
ધરારનગરમાંથી તીનપતિન રમતા પાંચ શખ્સો ઝબ્બે : ઝાખરમાંથી જૂગાર રમતા છ શખ્સ ઝડપાયા: જામજોધપુરમાંથી તીનપતિ રમતા બે શખ્સ ઝબ્બે : છ નાશી ગયા : વીજરખીમાંથી જૂગાર રમતા આઠ શખ્સ ઝડપાયા