સમસ્ત મહેશ્વરી મેઘવાર સમુહ લગ્ન સમિતિ જામનગર દ્વારા જ્ઞાતિજનોના સાથ સહકારથી છેલ્લા 19 વર્ષથી સમુહ લગ્નનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે સમિતિ દ્વારા 20મો સમુહ લગ્નોત્સવ (ક્ધયા વણંઝ) આવતીકાલ તા. 14ના રોજ સમાજ વાડી, ઢીંચડા, તા.જિ. જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ માંગલિક પ્રસંગો ગણેશ સ્થાપન/મંડપ મુહુર્ત સવારે 9:45 કલાકે, ભોજન સમારંભ બપોરે 2 થી 5 હસ્ત મેળાપ રાત્રે 6:30 કલાકે દાતાઓનું સન્માન સમારંભ સાંજે 4:30 કલાકે સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
સમુહ લગ્નોત્સવમાં મહેશ્વરી સંપ્રદાયના મહાનુભાવો, અગ્રણીઓ, મહારાજો, ધર્મગુરુઓ, દાતાઓ ખાસ ઉપસ્થિત રહી સમુહલગ્નમાં ભાગ લેનાર 11 નવદંપતિઓને તેમનું લગ્ન જીવન સુખમય નિવડે તે માટે શુભેચ્છા પાઠવશે.
જેમાં સાંસદસભ્ય પૂનમબેન માડમ, કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય રિવાબા જાડેજા, ધારાસભ્ય હેમતભાઇ ખવા, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા, જીતુભાઇ લાલ, ડે. કમિશનર ભાવેશભાઇ જાની, ચેરમેન મનિષભાઇ કટારીયા, ડે.મેયર તપનભાઇ પરમાર, વિરોધપક્ષ નેતા ધવલભાઇ નંદા, પૂર્વ વિરોધપક્ષ નેતા અલ્તાફભાઇ ખફી, વિરોધપક્ષ ઉપનેતા રાહુલભાઇ બોરીચા, વિરોધપક્ષ દંડક સમજુબેન પારિયા, કોર્પોરેટર આનંદભાઇ રાઠોડ, વિનોદભાઇ ખીમસુરીયા, જેન્તીભાઇ ગોહિલ, મુકેશભાઇ માતંગ, સોભનાબેન પઠાણ, શારદાબેન વિંઝુડા, રચનાબેન નંદાણીયા, જૈનબબેન ખફી, ભાગવત મેટલ ઇન્સ્ટ્રીઝ કરશનભાઇ માતંગ, ગિરીશભાઇ માતંગ, સંજયભાઇ માતંગ, કુદરત એન્ટરપ્રાઇઝ જયભાઇ પ્રાગડા, જેઠાભાઇ ડગરા, કરશનભાઇ ફફલ, જીવાભાઇ ફફલ, ગોરીબેન ભરાડીયા, રામજીભાઇ માતંગ, લાલાભાઇ ગોરડીયા, દિલીપ પારિયા, વસરામ ડનેચા, નારણભાઇ ડગરા, ડાયાભાઇ ડગરા, નારણભાઇ ાતંગ, ભોજાભાઇ માતંગ, હિતેશભાઇ માતંગ (આજકાલ પ્રેસ), ટપુભાઇ ગોહિલ, સંજયભાઇ ખખર સહિત વગેરે દાતાઓ ધર્મગુરુઓ, મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી સમુહ લગ્નમાં ભાગ લેનાર 11 નવદંપતિઓને આશિર્વચન આપશે.
આ સમુહ લગ્નોત્સવમાં જુદા જુદા દાતાઓ તરફથી કબાટ, રસોડામાં ઉપયોગી ઠામ વાસણ, મંડપ મુર્હુત તથા લગ્નવિધિની તમામ સામગ્રી, કાંસાની થાળી, પિતળનો કળશિયો, કાંસાની વાટકી, તાંબાની હેલ (નાની) ટીનનો તપેલો, ત્રાસડી (ઘી માટે) ટ્યૂબલાઇટ, ખુરશી, સોનાની કડી, પ્રેસર કુકર સહિતની બહોળી સંખ્યામાં આશરે 100 નંગ જેટલી ચીજવસ્તુઓ, 11 ક્ધયાઓને કરિયાવર પેટે આપવામાં આવનાર છે.
સમુહલગ્ન સફળ થાય તે માટે સમિતિના હોદ્ેદારો પ્રમુખ સુરેશભાઇ માતંગ, દિપુભાઇ પારીયા, જયંતભાઇ વારસાખીયા, માધવભાઇ ડગરા, કિશનભાઇ નંજાર, રાજેશભાઇ જાદવ, વિરજીભાઇ રોશિયા, લાખાભાઇ ફફલ, વિજય નંજારા, કેશુભાઇ પરમાર, તુષારભાઇ માતંગ, બીપીનભાઇ ધુલિયા તથા જ્ઞાતિજનોનો મારાજો, ધર્મગુરુઓ, ટ્રસ્ટો, યુવક મંડળો, સમાજના પંચો વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે. આ સમુહલગ્નમાં પ્રભુતામાં પગલા માંડનાર 11 દંપતિઓને આશિર્વાદ આપવા તથા કાર્યક્રમમાં તમામ દાતાઓ જ્ઞાતિજનો, મારાજો, ધર્મગુરુઓ હાજર રહેવા સમિતિ તરફથી અનુરોધ કરાયો છે. તેમજ પ્રચારમંત્રી કિશનભાઇ નજારની યાદી જણાવે છે.


