લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતી યુવતી તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલી જતા લાપતા થયેલી યુવતીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં રહેતા કરણસિંહ ભૂપતસિંહ કંચવાની પુત્રી પાયલબા કરણસિંહ કંચવા (ઉ.વ.20) નામની યુવતી ગત્ તા. 11ના રોજ સોમવારે રાત્રિના બાર વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીના અરસામાં તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતી રહી હતી. ત્યારબાદ યુવતી લાપતા થઇ જતાં પરિવારજનો દ્વારા મિત્રવર્તુળ અને સગાસંબંધીઓને ત્યાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ યુવતીનો કયાંય પતો લાગ્યો ન હતો. ત્યારબાદ આ અંગે મેઘપર પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે મેઘપર પોલીસે યુવતીની શોધખોળ આરંભી હતી.


