જામનગર શહેરમાં ગેરકાયદેસર દારુનું વહેચાણ અટકાવવા માટે પોલીસ દ્રારા રોજે વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેમાં ગઈકાલના રોજ પોલીસ ચેકિંગમાં હતી ત્યારે સત્યમકોલોની અંડરબ્રીજ પાસે એક એપાર્ટમેન્ટમાંથી એક મહિલાના કબ્જામાંથી દારૂની 2 બોટલ જપ્ત કરી હતી. આ ઉપરાંત શંકરટેકરી માંથી દારૂની 2 બોટલ સાથે એક શખ્સ અને બેડેશ્વરમાંથી દારૂની 2 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો.
જામનગર શહેરના સત્યમકોલોની અંડરબ્રીજ પાસે હરિવલ્લભ એપાર્ટમેન્ટ સામે અંધાશ્રમ આવાસ નજીકથી માધવીબેન ઉર્ફે બેના જીતેન્દ્ર હિંગોરિયા નામની મહિલાના કબ્જામાંથી પોલીસે દારુની 2 બોટલ જપ્ત કરી પૂછપરછ કરતા દ્રારકા જીલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા કાનો રબારી નામના શખ્સે દારૂ સપ્લાય કર્યો હોવાની વિગતો સામે આવતા સીટી સી ડીવીઝન પોલીસે તેની તપાસ હાથ ધરી મહિલાની અટકાયત કરી રૂ.1000નો મુદ્દમાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરના શંકરટેકરી રામનગર વિસ્તારમાંથી પોલીસે ગઈકાલના રોજ ધનજી ઉર્ફે ખેંગારભાઈ રાઠોડના કબ્જામાંથી દારૂની 2 બોટલ જપ્ત કરી સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં ગુન્હો નોંધ્યો હતો. અન્ય દરોડો જેમાં બેડેશ્વર ઓવરબ્રીજ ઉતરતા આશુતોષ પેટ્રોલપંપ પાસેથી પોલીસે અસ્લમ અકબરભાઈ કુરેશીના કબજામાંથી દારૂની 2 બોટલ જપ્ત કરી સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.