Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી 45 મિનિટમાં 2.27 લાખની રોકડની ચોરી

જામનગરમાંથી 45 મિનિટમાં 2.27 લાખની રોકડની ચોરી

- Advertisement -

જામનગર શહેરના વસંતવાટીકા પાસે રિધ્ધી-સિધ્ધી એપાર્ટમેન્ટમાં રહેતાં વેપારીએ તેના પાર્કિંગમાં પાર્ક કરેલા એકસેસ મોટરસાઈકલમાંથી અજાણ્યો તસ્કર રૂા.2,27,000 ની રોકડ રકમની થેલી ચોરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગરમાં વસંતવાટીકામાં આવેલા રિધ્ધી-સિધ્ધી એપાર્ટમેન્ટમાં બ્લોક નં.ઈ-303 માં રહેતાં અનિલભાઈ લક્ષ્મણભાઈ હકાણી નામના વેપારી યુવાને તેના પાર્કિંગમાં પાર્ક કરેલા જીજે-10-સીપી-5341 નંબરના એકસેસ મોટરસાઈકલમાંથી બુધવારે રાત્રિના 10:15 થી 11 વાગ્યા સુધીના 4 મિનિટના સમય દરમિયાન અજાણ્યો તસ્કર બાઈકની ડેકી ખોલી તેમાં થેલીમાં રાખેલ રૂા.2,27,000 ની રોકડ રકમ ચોરી કરી ગયો હતો. આ અંગેની જાણ કરાતા પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફે વેપારીના નિવેદનના આધારે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular