ગુજરાત રાજ્યમાં આજે 7174 લોકરક્ષકોની 10 માસની બેઝીક તાલીમ પૂર્ણ કરાયા બાદ જીલ્લાના મુખ્યમથકોએ શપથ ગ્રહણ તથા દીક્ષાંત ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જે પૈકી આજે જામનગર જીલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે 193 લોકરક્ષકોએ પણ શપથગ્રહણ કર્યા હતા.
આજરોજ જામનગર જિલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતે 193-હથિયારી લોકરક્ષકોની બેઝિક તાલીમ પુર્ણ થતા જવાનોના શપથ ગ્રહણ તથા દીક્ષાંત પરેડનુ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના કુલ 41 કેન્દ્રો ઉપર 10 માસની તાલીમ મેળવ્યા બાદ 3835 પુરુષ અને 3339 મહિલાઓ મળીને કુલ 7174 લોકરક્ષકનો શપથગ્રહણ અને દીક્ષાંતગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો.