Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં પાંચ જૂગાર દરોડામાં ત્રણ મહિલા સહિત 19 શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લામાં પાંચ જૂગાર દરોડામાં ત્રણ મહિલા સહિત 19 શખ્સો ઝડપાયા

સીક્કામાંથી ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો રૂા.24,120 ના મુદ્દામાલ સાથે ઝબ્બે : મેમાણામાંથી આઠ શખ્સો જૂગાર રમતા ઝડપાયા

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કામાંથી ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને જૂગાર રમતા પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુર તાલુકાના મેમાણામાંથી તીનપતિ રમી રહેલા આઠ શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતાં. જામજોધપુર તાલુકાના સોરઝરનેશમાંથી ચાર શખ્સોને જૂગાર રમતા ઝડપી પાડયા હતાં. જામનગર શહેરમાંથી ટ્રાફિકથી ધમધમતા એવા અંબર સિનેમા માર્ગ પરથી પોલીસે વર્લીનો જૂગાર રમતા શખ્સને ઝડપી લઇ વધુ તપાસ આરંભી હતી. જામજોધપુરના તરસાઈ ગામેથી વર્લીમટકાનો જૂગાર રમતા એક શખ્સને પકડી પાડયો હતો.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર તાલુકાના સીક્કામાં ગ્રીનવીલા 6 પ્લોટ નં.67-3 ની બાજુમાં જાહેરમાં સ્ટ્રીટલાઈનના અંજવાળે તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન કાંતિલાલ હંસરાજ માનસુરિયા, ઈન્દ્રજીતસિંહ હેમતસિંહ જાડેજા અને ત્રણ મહિલાઓને રૂા.14,120 ની રોકડ અને 10 હજારના બે મોબાઇલ મળી કુલ રૂા.24,120 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, લાલપુર તાલુકાના મેમાણા ગામમાં તીનપતિનો જૂગાર રમી રહેલા વિશ્ર્વરાજસિંહ મહોબતસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ દિલુભા જાડેજા, દશરથસિંહ પ્રભાતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, જગતસિંહ જુવાનસિંહ જાડેજા, કરણસિંહ મહોબતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ તાનસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા નામના આઠ શખ્સોને રૂા.10,430 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામજોધપુર તાલુકાના સોરઝરનેશમાં આવેલા મહાદેવના મંદિર પાસે ડુંગરની ધાર પર પોલીસે રેઈડ દરમિયાન તીનપતિનો જૂગાર રમતા ચકુ નાથા વંશ, જેઠા રત્ના વંશ, ગાલા દેવા રાઈગા, વજા નાથા વંશ નામના ચાર શખ્સોને રૂા.3010 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો, જામનગર શહેરના અંબર સિનેમા સામેના આઈડિયાના શો રૂમ પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતા કલ્પેશ કાંતિલાલ સોમૈયા નામના શખ્સને રૂા.2530 ની રોકડ અને રૂા. 13 હજારના બે મોબાઇલ તથા રૂા.1 લાખ ની કિંમતની કાર મળી કુલ રૂા. 1,15,530 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

પાંચમો દરોડો, જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે સહકારી મંડળીની બાજુમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન જાદવ ઉર્ફે હકા રાજા જેઠવા નામના શખ્સને દબોચી લઇ તેની પાસેથી વર્લીના આંકડા લખેલી કાપલી, બોલપેન અને રૂા.2250 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular