Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં પાંચ મહિલા સહિત 19 શખ્સો જૂગાર રમતા ઝડપાયા

જામનગર જિલ્લામાં પાંચ મહિલા સહિત 19 શખ્સો જૂગાર રમતા ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરના દિ.પ્લોટમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં તીનપતિ રમતી પાંચ મહિલાઓને રૂા.11400ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરમાં ચાર શખ્સો તીનપતિ રમતા ઝડપાયા હતાં. જામનગરના દરેડમાંથી મોબાઇલમાં વર્લીના આંકડા લખતો શખ્સ ઝડપાયો હતો. જામનગરના હાપામાંથી છ શખ્સોને પોલીસે જૂગાર રમતા દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગરના દિ.પ્લોટ વિશ્રામવાડી પાછળના વિસ્તારમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા ઈમરાન ઉર્ફે ઈબુડો અબુ પતાણી, લાખા દલુ ધારાણી, વિનોદ દામજી મંગે નામના ત્રણ શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.36630 ની રોકડ અને બે ઘોડીપાસા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરમાંથી તીનપતિનો જૂગાર રમતી પાંચ મહિલાઓને પોલીસે રૂા.11400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો, જામજોધપુરમાં કુંભારવાસ વિસ્તારમાંથી જૂગાર રમતા અરજણ નાજા સામળા, સરમણ બધા કોડિયાતર, ગાગા બધા કોડિયાતર, સુરેશ નરશી છાયા સહિતના ચાર શખ્સોને રૂા.12220 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કર્યા હતાં.

- Advertisement -

ચોથો દરોડો, જામનગર તાલુકાના દરેડમાં મસીતિયા રોડ પર જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાડતો રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા નામના શખ્સને મોબાઇલમાં વોટસએપ ઉપર વર્લીમટકાના આંકડા લખી હાર-જીત કરતો પંચ બી પોલીસ સ્ટાફે ઝડપી લઇ રૂા.4000 ની રોકડ રકમ અને મોબાઇલ મળી કુલ રૂા.11080 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આંકડાની કપાત હબીબ ઉમર બ્લોચ પાસે કરાવતો હોવાનું ખુલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

પાંચમો દરોડો, જામનગર તાલુકાના હાપા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હસમુખ મેપા કનેજા, કેતન ધીરુ પરમાર, શરદ દલપત પારેજીયા, દિપક સુરેશ પારેજીયા, વિશાલ બચુ પારેજીયા, બાબુ નાથા લીલાપરા સહિતના છ શખ્સોને પંચ એ પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.6370ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular