ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બે તબકકામાં 1 ડિસેમ્બરના પ્રથમ તબકકામાં અને 5 ડિસેમ્બરમાં બીજા તબકકાનું મતદાન થશે. વિધાનસભા ચૂંટણી માટે જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે ભાજપા, કોંગે્રસ અને આપ દ્વારા તેમના ઉમેદવારોની જાહેર કરી દેવામાં આવી છે. સોમવારે ઉમેદવારી પત્રો રજૂ કરવાનો છેલ્લો દિવસ છે અને આજ દિવસ સુધીમાં પાંચ બેઠકો ઉપરથી કુલ 330 ફોર્મ ઉપડયા છે. જ્યારે ગુરૂવારે જામનગર ઉત્તરમાં એક અને શુક્રવારે પાંચ બેઠકોમાં કુલ 18 ઉમેદવારોએ તેમના નામાંકન રજૂ કરી દીધાં છે.
જામનગર જિલ્લામાં પ્રથમ તબકકામાં એટલે કે 1લી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. આ મતદાન શાંતિપૂર્ણ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે રીતે થઈ શકે તે માટે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પાંચ બેઠકોમાં ભાજપા, કોંગ્રસ અને આમ આદમી પાર્ટી દ્વારા તેમના ઉમેદવારોના નામો જાહેર કરી દેવાયા છે. પાંચ બેઠકો ઉપર ગઈકાલ સુધીમાં કુલ 330 ફોેર્મ ઈસ્યૂ થયા છે. અને શુક્રવાર સુધીમાં કુલ 19 ઉમેદવારોએ તેમના નામાંકન પત્રો રજૂ કરી દીધા છે. નામાંકન પત્ર ભરવાનો સોમવારે છેલ્લો દિવસ છે. જેથી સોમવારે બાકીના ઉમેદવારો તેમના નામાંકન પત્રો રજૂ કરશે.
જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં 76 કાલાવડની તો 5 નવેમ્બરના રોજ 5 ફોર્મ ઉપડયા હતાં. જ્યારે 7 નવેમ્બરના 4 ફોર્મ 8 તારીખે 1 ફોર્મ 9 તારીખે 8 ફોર્મ 10 તારીખે 5 ફોર્મ 11 તારીખે 14 ફોર્મ આમ અત્યાર સુધીમાં કાલાવડમાં કુલ 35 ફોર્મ ઉપડયા છે. જેમાંથી 11 નવેમ્બરના ગઈકાલે 2 ફોર્મ રજૂ થયેલા છે.
77 – જામનગર (ગ્રામ્ય) ની વાત કરીએ તો 5 તારીખે 14, 7 તારીખે 21, 8 તારીખે 8, 9 તારીખે 24, 10 તારીખે 11, 11 તારીખે 15 એમ કુલ અત્યાર સુધીમાં 93 ફોર્મ ઈસ્યુ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ ગઈકાલે બે ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે.
78-જામનગર ઉત્તરની વાત કરીએ તો 5 નવેમ્બરના 9, 7 ના 8 ફોર્મ, તારીખ 8 ના 13 ફોર્મ તારીખ 9 ના 12 ફોર્મ અને 10 ના 11 ફોર્મ, જ્યારે ગઈકાલે 22 ફોર્મ ઈસ્યુ કરવામાં આવ્યા છે. એટલે અત્યાર સુધીમાં કુલ 75 ફોર્મ ઈસ્યુ કરવામાં આવ્યા છે. જેમાંથી 10 નવેમ્બરના 1 ફોર્મ અને ગઈકાલે 6 ફોર્મ એમ કુલ 7 ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે.
79-જામનગર દક્ષિણની વાત કરીએ ત્યારે તા.5 નવેમ્બરના રોજ 23 ફોર્મ 7 નવેમ્બરના 5 ફોર્મ 8 તારીખના 5 ફોર્મ, 9 નવેમ્બરના 5 ફોર્મ, 10 નવેમ્બરના 19 ફોર્મ જ્યારે ગઈકાલે 23 ફોર્મ ઈસ્યુ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં જામનગર દક્ષિણમાં કુલ 83 ફોર્મ ઈસ્યૂ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે કુલ 4 ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે.
જ્યારે 80-જામજોધપુરની બેઠકની વાત કરીએ તો 5 નવેમ્બરના રોજ 8, 7 નવેમ્બરના રોજ 8 ફોર્મ, 8 નવેમ્બરના 4 ફોર્મ, 9 નવેમ્બરના 5 ફોર્મ, 10 નવેમ્બરના 10 ફોર્મ જ્યારે ગઈકાલે 7 ફોર્મ એમ અત્યાર સુધીમાં કુલ 42 ફોર્મ ઈસ્યૂ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11 નવેમ્બરના રોજ 4 ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે.
આમ કુલ મળી જામનગર જિલ્લાની કુલ 5 બેઠકોની વાત કરીએ તો અત્યાર સુધીમાં પાંચેય બેઠકોમાં કુલ 330 ફોર્મ ઈસ્યૂ થઈ ચૂકયા છે. જેમાંથી અત્યાર સુધીમાં કુલ પાંચેય બેઠકોના મળીને 19 ફોર્મ રજૂ કરવામાં આવ્યાં છે.