Sunday, December 22, 2024
Homeરાજ્યખનિજની ગેરકાયદે હેરફેર કરતાં 18 વાહનો જપ્ત કરાયા

ખનિજની ગેરકાયદે હેરફેર કરતાં 18 વાહનો જપ્ત કરાયા

ખાણ ખનિજ વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસથી જુદા-જુદા વિસ્તારોમાં ચેકિંગ

- Advertisement -

જામનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસ તેમજ રાત્રીના સમયગાળા દરમિયાન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખનિજ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક ચેકિંગ કાર્યવાહીમાં જામનગર જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં અને અધિકૃત રીતે ખનીજના વહન અંગેની તપાસ કામગીરીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.

- Advertisement -

આ તપાસ કામગીરી અંતર્ગત જુદા-જુદા વિસ્તારોમાંથી સાદી રેતી વહનના 12 કિસ્સા, બ્લેક ટ્રેપ ખનિજ વાહનના ચાર કેસ તથા સેન્ડ સ્ટોન વહનમાં એક વાહન તેમજ હાર્ડ મોરમ ખનીજ ભરેલું એક વાહન જપ્ત કરવામાં આવ્યું હતું.
આમ, જામનગરમાં છેલ્લા પાંચ દિવસની ખનિજ તંત્રની કાર્યવાહીમાં અનધિકૃત ખનિજના વહન કરવા સબબ 18 વાહનો અટક કરી, સીઝ કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં કુલ દોઢ કરોડ જેટલો મુદ્દામાલ તંત્ર દ્વારા કબજે લેવામાં આવ્યો છે. જેમાં બિન અધિકૃત ખનિજ વહન અંગેની જવાબદારોને નોટિસો પણ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરીમાં જામનગર જિલ્લામાં ચાલુ આર્થિક સત્રમાં રોયલ્ટી પેટે કુલ આવક રૂા. 19.48 કરોડ તેમજ બિનઅધિકૃત ખનન, વહન તથા સંગ્રહના કેસો અંતર્ગત 1.98 કરોડની વસૂલાત હાલની સ્થિતિમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular