જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયાને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો 930 ઘટનાઓ બની હતી, જે 370ને દૂર કર્યા પછી ઘટીને 617 થઈ ગઈ છે. આ આતંકવાદી ઘટનાઓમાં 290 સૈનિકો શહીદ થયા હતા અને 370 લાગુ થયા પહેલા 191 નાગરિકો માર્યા ગયા હતા, કલમ 370 નાબૂદ થયાના 3 વર્ષ પછી, 174 સૈનિકો શહીદ થયા હતા અને 110 લોકો માર્યા ગયા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ કરવાની વર્ષગાંઠના એક દિવસ પહેલા, આતંકવાદીઓએ પુલવામામાં હુમલો કર્યો. આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકીને બિન-કાશ્મીરી મજૂરો પર હુમલો કર્યો. આ ઘટનામાં એક કામદારનું મોત થયું છે, જયારે 2 લોકો ઘાયલ થયા છે, જે બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019માં પ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હટાવી દીધી હતી, વિપક્ષી પાર્ટીઓ કલમ 370ને હટાવવાનો સતત વિરોધ કરી રહી છે. પ્રાદેશિક પક્ષો પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સતત કલમ 370ની પુન:સ્થાપનાની માંગ કરી રહ્યા છે. પીડીપીના વડા મહેબૂબા મુફતી સતત કહી રહ્યા છે કે કલમ 370 નાબૂદ થવાને કારણે કાશ્મીરની સ્થિતિ બગડી છે, જયારે નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા કહે છે કે ભાજપે કલમ 370 હટાવીને ભારતના ભાગલા પાડવાનું કામ કર્યું છે.