Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં ચાર સ્થળોએ જુગાર દરોડામાં આઠ મહિલાઓ સહિત 17 ઝડપાયા

દ્વારકા જિલ્લામાં ચાર સ્થળોએ જુગાર દરોડામાં આઠ મહિલાઓ સહિત 17 ઝડપાયા

- Advertisement -

ભાણવડથી આશરે 14 કિલોમીટર દૂર શિવા ગામે પોલીસે જુગાર દરોડો પાડી, રણમલ કારા રાવલિયા, માલદે અરશી કરમુર અને રજનીકાંત કરસન ભેંસદડીયાને જુગાર રમતા રૂ. 20,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દ્વારકામાં ધીંગેશ્વર પાડો વિસ્તારમાંથી પોલીસે વશરામ રામજી નકુમ, ગોકર રામજી નકુમ અને ત્રણ મહિલાને જુગાર રમતા ઝડપી લઇ રૂપિયા 10,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ખંભાળિયા તાલુકાના ભરાણા ગામેથી પાંચ મહિલાઓને વાડીનાર મરીન પોલીસે જુગાર રમતા રૂપિયા 3,180 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. કલ્યાણપુર તાલુકાના સૂઈનેસ ગામેથી આપા માણસુર ચારણ, મનુ હમીર સોલંકી, આશા ડોસા ચારણ અને ભારા માણસુર ચારણ નામના ચાર શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular