જામનગર શહેરના કિસાન ચોક વિસ્તારમાં રહેતા શખ્સના મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની છ બોટલો સાથે શખ્સને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જામનગરના ખોજા નાકા બહારના વિસ્તારમાંથી રહેતા શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂની છ બોટલો સાથે શખ્સ ઝડપાતા આ પ્રકરણમાં પણ વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ઈન્દિરા કોલોની પાસેથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલો મળી આવી હતી. જામનગરમાં શહેરમાં દિગ્જામ સર્કલ ઓવરબ્રીજ પાસેથી પસાર થતા બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી ઇંગ્લીશ દારૂની એક બોટલ મળી આવી હતી.
આ બનાવની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના કિસાન ચોક પાસેના વિસ્તારમાં રહેતા શારજહાં ઉર્ફે દંતો યુનુસ બ્લોચ નામના શખ્સના મકાનમાંથી પોલીસે તલાસી લેતા રૂા.3000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની છ બોટલો મળી આવતા શારજહાંની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો આબીદ યુનુસ બ્લોચ પાસેથી ખરીદ્યાનું કબુલ્યું હતું તેમજ બીજો દરોડો, શહેરમા ખોજાનાકા બહાર આવેલા સંધીજમાત ખાના નજીક રહેતા આફ્રિદી ઉર્ફે સુલતાન અજીત શેખ નામના શખ્સના મકાનમાંથી તલાસી દરમિયાન રૂા.3000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 6 બોટલો મળી આવતા આફ્રિદીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો પણ આબીદ યુનુસ બ્લોચ પાસેથી ખરીદ્યાનું કબુલ્યું હતું જેના આધારે પોલીસે આબીદની શોધખોળ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડમાં ઈન્દિરા કોલોની વિસ્તારમાંથી પસાર થતા વિશાલ ઉર્ફે ભવાન હિતેશ સોલંકી નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 3 બોટલો મળી આવતા અટકાયત કરી હતી. ચોથો દરોડો, જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ નજીકના રોડ પરથી પસાર થતા ચેતન નટવરલાલ પરમાર અને મનોજ કિશનલાલ ભટ્ટ નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની એક બોટલ મળી આવતા પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.