Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયઓહો... દર્દીના પેટમાંથી 156 પથરી નિકળી !

ઓહો… દર્દીના પેટમાંથી 156 પથરી નિકળી !

- Advertisement -

હૈદરાબાદની હોસ્પિટલમાં એક 50 વર્ષના દર્દીના પેટમાંથી 156 પથરી કાઢવામાં આવી હતી. લેપ્રોસ્કોપીની મદદથી આટલી મોટી સંખ્યામાં પથરી કાઢવામાં આવી હોય એવો આ પહેલો બનાવ હતો. હૈદરાબાદની હોસ્પિટલમાં ડો. વી. ચંદ્રમોહને બસવરાવ માડીવાલરના પેટમાંથી 156 પથરી ઓપરેશનથી કાઢી હતી. વ્યવસાયે શિક્ષક એવા બસવરાવને અચાનક પડખામાં દુ:ખાવો ઉપડયો હતો. તેણે હોસ્પિટલમાં નિદાન કરાવ્યું તો ડોક્ટરને પણ આશ્વર્ય થયું હતું. તેના પેટમાં એક, બે, કે પાંચ-પચ્ચીસ નહીં 156 પથરી હતી. ડોક્ટરે તાત્કાલિક તેને દાખલ થવાની સલાહ આપી હતી. લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપીની મદદથી દર્દીનું ઓપરેશન કરાયું હતું અને તમામ 156 પથરી કાઢવામાં આવી હતી. ડોક્ટરે કહ્યું હતું કે લેપ્રોસ્કોપી-એન્ડોસ્કોપીથી આટલી મોટી સંખ્યામાં પથરી કાઢવામાં આવી હોય એવો આ દેશનો સંભવત: પહેલો કેસ છે.

- Advertisement -

ડોક્ટરને પણ આશ્વર્ય એ વાતનું હતું કે પેશન્ટને ક્યારેય પથરીનો દુ:ખાવો થયો ન હતો. જ્યારે પહેલી વખત દુ:ખાવો થયો ત્યારે જ આટલી મોટી સંખ્યામાં પથરી હોવાની જાણ થઈ હતી. ડોક્ટરના કહેવા પ્રમાણે આ પથરી બે વર્ષમાં જ સર્જાઈ હોવી જોઈએ. નહીંતર આટલો સમય દુ:ખાવો ન થાય એ શક્ય નથી. હોસ્પિટલના નિવેદનમાં કહેવાયું હતું કે બે-ત્રણ દિવસમાં દર્દીને રજા આપી દેવામાં આવશે. હવે તે ત્રણ-ચાર દિવસમાં જ નિયમિત કામકાજ કરી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular