જામનગર શહેર-જિલ્લામાં પોલીસે ત્રણ જુદા-જુદા જૂગાર દરોડા પાડયા હતાં જેમાં જામનગરના જોડિયાભુંગા વિસ્તારમાં બે જૂગાર દરોડામાં પંદર શખ્સોને ઝડપી લઇ તેમની સામે જૂગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ જામનગર તાલુકાના સાપર ગામમાંથી જૂગાર રમતા એક શખ્સને ઝડપી લઇ તેની સાથે છ મહિલાઓ વિરૂધ્ધ જૂગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગરના જોડિયા ભુંગા મોટો ચોક, મસ્જિદવાળી ગલ્લીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમી પૈસાની હારજીત થતી હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે દરોડા દરમિયાન અબ્દુલ અલી સમેજા, રજાક મુસા જસરાયા, હાસમ નુરમામદ ચાવડા, ગફર દાઉદ ચાવડા, રજાક સુલેમાન ગાધ, રમજાન ઓસમાણ જામ, હુશેન કાસમ પલેજા, ઈરફાન અબુલ ચાવડા, સુલતાન જુસબ સુંભણિયા નામના નવ શખ્સોને રૂા.18,540 ની રોકડ તેમજ ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, આ જ વિસ્તારમાંથી જૂગાર રમતા રફિક અબ્દુલ ફકીર, રફિક ઓસમાણ જુણેજા, હારુન અબ્દુલ ચાવડા, હારુન કાસમ ગંઢ, રમજાન અકબર સરેજા, સબીર અબ્દુલ નાંગીયા નામના છ શખ્સોને રૂા.10,640 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના સાપરમાં શંકરટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ભરત જીણા ખાખલા નામના શખ્સને રૂા. 3190 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધી હતો તથા આ શખ્સ સાથે જૂગાર રમતી છ મહિલાઓ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.