ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં રાહત છે. દરરોજ માત્ર 20 કરતા પણ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનીવર્સીટીમાં 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ નોંધાતા આરોગ્યતંત્ર પણ દોડતું થયું છે.
ગાંધીનરમાં ગુજરાત નેશનલ લો યુનીવર્સીટીમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તાવના લક્ષણો દેખાતા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. બાદમાં 15 વિદ્યાર્થીઓના રીપોર્ટ પોઝીટીવ આવતા દોડધામ મચી જવા પામી છે. આ તમામ વિદ્યાર્થીઓને હાલ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ગુજરાત સહીત દેશભરમાં કોવિડનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે તેવામાં ગાંધીનગરમાં એકી સાથે 15 જેટલા વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1109 કેસ નોંધાયા છે. અને 43 લોકોના મૃત્યુ નીપજ્યા છે. જયારે ગુજરાતમાં કોરોનાના 8 કેસ નોંધાયા હતા. અને નવ દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોનામાંથી સાજા થવાનો દર 99.10 ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યારે કોરોના વાયરસા કુલ 73 એક્ટીવ કેસો છે. જેમાંથી બે વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 71 દર્દીઓ સ્ટેબલ છે.