લાલપુર તાલુકાના ભણગોર ગામની સીમમાં આવેલી 15 વીઘા ખેતીની જમીન મહિલાના પરિવારજને જ 2010 ની સાલથી ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડયાની ફરિયાદના આધારે ગ્રામ્ય ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ, લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા અને ખેતી કરતાં રંજનબેન ગોગનભાઈ ગગુભાઈ ગોજિયા (ઉ.વ.49) નામના મહિલાએ વર્ષ 2010 માં ભણગોર ગામમાં જૂના સર્વે નંબર 134/1 તથા નવા 738 ની હેકટર 02-45-97 ચોરસ મીટરની 15 વીઘા ખેતરની જમીનમાં ખરીદ કરી ત્યારથી તેના જ ગામના ધરણાંત ગગુભાઈ ગોજિયા નામના પરિવારજને ગેરકાયદેસર કબ્જે કરી પચાવી પાડી હતી. આ જમીન પચાવી પાડવા અંગે કલેકટરને કરેલી અરજીના સંદર્ભે ગ્રામ્ય ડીવાયએસપી આર બી દેવધા તથા સ્ટાફે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.