Friday, December 27, 2024
Homeરાજ્યજામનગર1404 આવાસ ડિમોલેશન માટે તંત્ર મક્કમ - VIDEO

1404 આવાસ ડિમોલેશન માટે તંત્ર મક્કમ – VIDEO

ગઇકાલે વિરોધ કરતાં મુદ્ત આપી જામ્યુકોની ટીમ પરત ફરી હતી : જ્યારે આજે સવારથી કામગીરી શરૂ

- Advertisement -

જામનગરમાં 1404 આવાસ ડિમોલેશન માટે તંત્ર મક્કમ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અંધાશ્રમ પાસે આવેલા 1404 આવાસ જર્જરીત હોય, તેને પાડતોડ માટે પહોંચી હતી. પરંતુ વપરાશ કરતાઓ વિરોધ કરતાં તેઓને મુદ્ત આપી જામ્યુકોની ટીમ પરત ફરી હતી. જ્યારે આજે બ્લોક નં. 71 અને 72નો સામાન ખાલી થઇ રહ્યો હોય, તેને પાળવાની કામગીરી હાથ ધરાઇ હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા અંધાશ્રમ 1404 આવાસ જર્જરીત થયા હોય જેને ખાલી કરવા માટે આવાસધારકોને અગાઉ સૂચના અને નોટીસો આપી હતી. તેમ છતાં આવાસ ખાલી કરવા માટે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં ગત તા. 15 જૂનના રોજ ત્રણ દિવસમાં તમામ આવાસોમાંથી સામાન ખાલી કરવા આખરી નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ જર્જરિત આવાસનો વપરાશ ચાલુ હોય અને ચોમાસાની સિઝનને ધ્યાને લઇ સલામતિના ભાગરુપે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા સહિતની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે પાડતોડ કાર્યવાહી માટે પહોંચી હતી. આવાસધારકોએ વૈકલ્પિક વ્વસ્થાની માગણી કરતાં પાડતોડનો વિરોધ કરવામાં આવતાં એસ્ટેટ શાખાની ટીમ દ્વારા આવાસધારકોને સમય આપી પાડતોડ કર્યા વિના ટીમ પરત ફરી હતી. જ્યારે આજરોજ આવાસ ધારકોને સમજાવી જર્જરીત બ્લોક એક પછી એક ખાલી કરી સોંપવા માટે રાજી થયા હતાં. જે મુજબ આજે બ્લોક નં. 71 અને 72નો સામાન ખાલી કરી કુલ 24 યુનિટને ડિમોલેશનની કામગીરી શરુ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પણ અમુક ધારકો દ્વારા વિરોધ દર્શાવાતા કામગીરી પૂર્વે એક મહિલા બેભાન થઇ હતી. જ્યારે એક વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આમ, આ જર્જરીત આવાસના ડિમોલેશન માટે તંત્ર મક્કમ હોય કામગીરી શરુ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular