રેલ વિભાગે પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એક સાથે 14 ટકાનો વધારો કર્યો છે, આ તે કર્મચારીઓ છે કે જેઓ છઠ્ઠા વેતન આયોગ અંતર્ગત સેલરી મેળવી રહ્યા છે. આ વધારાથી તેમની સેલરીમાં હજારો રૂપિયાનો વધારો થશે. સાથે સાથે 10 મહિનાનું મોટું એરિયર પણ મળશે. રેલવે બોર્ડે મોંઘવારી ભથ્થામાં બે વાર વધારો કર્યો છે. તેનું કહેવું છે કે જે કર્મચારી છઠ્ઠા વેતન આયોગ અંતર્ગત કામ કરી રહ્યા છે, તેમના મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ 2021 અને 1 જાન્યુઆરી 2022 થી વધારો કરાયો છે. રેલવે બોર્ડના આ નિર્ણયથી રેલ કર્મીઓને મોટો ફાયદો થશે.