ખંભાળિયા પંથકમાં એલ.સી.બી. પોલીસ દ્વારા શ્રાવણી જુગાર સામે કડક હાથે કરવામાં આવી રહેલી કાર્યવાહી અંતર્ગત પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ એલસીબી પોલીસના સ્ટાફ દ્વારા હાથ કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ખંભાળિયાથી આશરે નવ કિલોમીટર દૂર કોલવા ગામે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર તેમજ ડાડુભાઈ જોગલને મળતા કોલવા ગામના એક મંદિરની બાજુમાં મોડી રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા દિલીપગીરી દેવગર ગોસાઈ, ગોગન હીરા સિંધવ, પ્રવીણ દેશા જોડ અને દવુ મસરી નંદાણીયા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ, કુલ રૂપિયા 14,030 નો મુદ્દામાલ કબજે કરી, ગુનો નોંધ્યો હતો.
ખંભાળિયાથી આશરે 21 કિલોમીટર દૂર ટીંબડી ગામની આંગણવાડીની બહાર બેસીને જુગાર રમતા રમતો હોવાની ચોક્કસ બાતમી ખંભાળિયા ડીવાયએસપી સ્ટાફના એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને મળતા આ સ્થળે જુગાર દરોડો પાડવામાં આવ્યો હતો. સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા દીપક નથુ ડગરા, વિનોદ નથુ ડગરા, નરેશ નથુ ડગરા, સુનિલ મૂળજી ડગરા, ભાવિન નારણ ડગરા અને દિનેશ વીરજી ધૂળિયા નામના છ શખ્સોને પોલીસે ઝડપી લઈ, કુલ રૂપિયા 10,270 નો મુદ્દામાલ કરજે કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ કરવામાં આવી હતી.
ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા નજીકના ધરારનગર ટાંકા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપતિ નામનો જુગાર રમી રહેલા કમલેશ નિલેશ ગોદડીયા, આકાશ વિનોદ ગોદડીયા, અજય બાબુ ગોદડીયા અને અજય વિજય ગોદડીયા નામના ચાર શખ્સોને પોલીસે 11,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, ગુનો નોંધ્યો હતો.