રાકેશ ટિકૈતના કાફલા પર શુક્રવાર સાંજે 33 લોકોએ હુમલો કર્યો હતો. આ મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ થઇ ચૂકી છે. ફરિયાદ અનુસાર, સ્વાગત કરવાના બહાને પહેલા ટિકૈતની ગાડી રોકવામાં આવી, ત્યારબાદ લાકડીથી કારનો કાચ તોડવામાં આવ્યો. આ સિવાય ટિકૈત પર કાળી શાહી પણ ફેંકવામાં આવી. આ હુમલામાં રાકેશ ટિકૈત અને રાજસ્થનાનના ડીજીપી એમએલ લાઠરના સસરા રાજારામ મીલના સુરક્ષાકર્મી પાસેથી હથિયાર પણ છીનવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
ટિકૈત પર હુમલાના કેસમાં શુક્રવારે મોડી રાત્રે કેસ દાખલ કરાયો. આ મામલે પોલીસે એબીવીપીના કાર્યકર્તા કુલદીપસિંહ યાવદ સહિત 14 લોકોની ધરપકડ કરી લીધી છે. રાકેશ ટિકૈત પર આ હુમલે તે સમયે થયો હતો, જ્યારે તેઓ સાવલીમાં સભા કર્યા બાદ બાનસૂરમાં સભા કરવા જઇ રહ્યા હતા.
ત્યારે, આ મામલે હવે રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. એક તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આ સમગ્ર હુમલા માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે. તેમણે આ હુમલાને પૂર્વનિયોજીત પણ ગણાવ્યો છે. બીજી તરફ ભાજપે પણ આ હુમલાને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપનું કહેવું છે કે, આ હુમલાથી તેમની પાર્ટીને કોઇ લેવાદેવા નથી. ભાજપે પોલીસ પર જ સવાલ ઉઠાવતા કહ્યું કે આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં થઇ હતી. અંતે પોલીસ ત્યાં મૂકદર્શક કેમ બની રહી?
ખેડૂત આંદોલન ભારતીય કિશાન યૂનિયનના નેતા અને પ્રવક્તા રાકેશ ટિકૈતના કાફલા પર રાજસ્થાનમાં હુમલો થયો છે. ખુદ ટિકૈત હુમલાની જાણકારી આપી છે. આ હુમલો અલવર જિલ્લામાં થયો છે. હુમલામાં રાકેશ ટિકૈતની કારના કાચ તુટી ગયા છે. જો કે કોઈને ઈજા પહોંચી નથી.
કાફલા પર હુમલા બાદ રાકેશ ટિકૈતે ટ્વીટ કરી કહ્યુ, ‘રાજસ્થાનના અલવર જિલ્લાના તતારપુર ચૌરાહા, બાનસૂર રોડ પર ભાજપાના ગુંડા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. લોકતંત્રની હત્યાની તસવીર’ હુમલા દરમિયાન અજ્ઞાત હુમલાખોરોએ ટિકૈત પર સ્યાહી પણ ફેંકી,
વીડિયોમાં જોઈ શકાય છે કે ટિકૈત જે કારમાં સવાર હતા તેની પાછળનો કાચ તુટી ગયો છે. રિપોર્ટ્સ મુજબ ટિકૈતે કાફલા પર હુમલો તે સમયે થયો જ્યારે અલવરના હરસોરા ગામથી બાનસૂર તરફ આવી રહ્યા હતા. ટિકૈતે શુક્રવારે હરસોરામાં એક સભા સંબોધિત કરવા પહોંચ્યા હતા.
ત્યારે આ ઘટના પર પોલીસે કહ્યુ, અલવરના તાતરપુર ચૌક પર ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાના સંબંધમાં ચાર લોકોની ધરપકડ અગાઉ કરવામાં આવી હતી. અને આગળની તપાસ ચાલૂ છે.
ટિકેત પર હુમલાને લઈને ખેડૂત નેતા ભાજપને જવાબદાર ગણાવી રહ્યા છે. એટલું જ નહીં ટિકૈત પર હુમલાના સમાચાર આવતા જ ગાજિયાબાદમાં ખેડૂતોએ ભારે પ્રદર્શન કર્યુ જેમાં ભારે જામ કરવામાં આવ્યુ. રાજસ્થાનના અલવરમાં ભારતીય ખેડૂત યુનિયનના નેતા ટિકેતના કાફલા પર હુમલા બાદ ગાજીપુર સીમા પર પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રીય રાજમાર્ગ 9ને બ્લોક કરી દેવાયો. ઘણા સમય બાદ રાજ માર્ગ ખોલવામાં આવ્યો હતો.