Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતએક જ શહેરમાં ગરીબો માટેનું 13000 કિલો અનાજ સડી જાય ! 6000...

એક જ શહેરમાં ગરીબો માટેનું 13000 કિલો અનાજ સડી જાય ! 6000 કિલો તેલ સડી જાય !: શું કહેશો?!

- Advertisement -

સાબરકાંઠા જિલ્લામાંથી બોગસ સોફ્ટવેરથી થતા સસ્તા અનાજના કૌભાંડનાં તાર રાજકોટ સુધી લંબાયા છે. કૌભાંડને લઇને રાજકોટ જિલ્લા કલેક્ટરે પુરવઠા અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો ચોંકાવનારી છે. જેમાં ખાસ કરીને આ કૌભાંડમાં રાજકોટ જિલ્લાના 32 નહીં પરંતુ 100 વેપારીઓ બોગસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં વેપારીઓએ ચાકિંગથી બચવા માટે બોગસ સોફ્ટવેરનું નામ ઢીંગલી રાખ્યું હતું.

સાબરકાંઠામાં બોગસ સોફ્ટવેર બનાવીને સરકારી અનાજ બારોબર વેંચવાનું કૌભાંડ ઝડપાયું હતું. જેનું પગેરૂ રાજકોટ સુધી નીકળ્યું છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના પુરવઠા વિભાગને માહિતી આપી હતી. જેમાં 32 જેટલા વેપારીઓ બોગસ સોફ્ટવેરથી રાજકોટમાં સરકારી અનાજ બરોબર વેંચી દેવાનું કૌભાંડ આચરતા હોવાની માહિતી આપી હતી. જેથી પુરવઠા વિભાગે તપાસ કરતા 32 નહીં પરંતુ 100 જેટલા વેપારીઓ આ બોગસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. પુરવઠા અને પોલીસના ચાકિંગમાં વેપારીઓ ઝડપાય નહીં તે માટે વેપારીઓ દ્વારા સોફ્ટવેરનું નામ ‘ઢીંગલી’ રાખવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાશનકાર્ડ ધારકોના નામ, આધારકાર્ડ અને ફિંગર પ્રિન્ટનો ગેમ સ્કેન અને સેવડેટા નામના સોફ્ટવેરનો મોબાઈલ એપ્લિકેશન તરીકે ઉપયોગ કરી કાર્ડધારકોના નામે સરકારી અનાજના ખોટા બિલ બનાવીને અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતું હતું.

સસ્તા અનાજની દુકાનમાંથી થતાં ગરીબોના હક્કના અનાજના કાળા બજાર અંગે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી પર આજે હાથ ધરાયેલી સુનાવણીમાં અરજદારે રજૂઆત કરી હતી કે, ગરીબોનું અનાજ અન્ય માર્કેટમાં વેચાઈ રહ્યું છે. આ મામલે પુરવઠા વિભાગને રજૂઆત કરી હોવા છતાં કોઈ નિકાલ નહીં થતાં હાઈકોર્ટમાં અરજી કરવી પડી છે. અરજદારની રજૂઆત સાંભળીને હાઈકોર્ટે પુરવઠા વિભાગને 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, ગરીબોનો કોળિયો છીનવનારને બક્ષવામાં આવશે નહીં. અરજદારે કોર્ટમાં રજૂઆતમાં દાવો કર્યો હતો કે, રાશનકાર્ડની દુકાનો કરતા વધુ અનાજ અન્ય બજારમાં વેચાઈ રહ્યું છે. આ મામલે હાઈકોર્ટે રાજ્યના પૂરવઠા વિભાગને મહત્ત્વનો હુકમ કરતાં 2016થી અત્યાર સુધીમાં ભૂતિયા રાશનકાર્ડ અને સસ્તા અનાજની કાળાબજારી રોકવા અંગે શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

અત્રે એ પણ નોંધનીય છે કે, જામનગર સહિતના ઘણાં શહેરોમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં મફત અનાજ મેળવનારાઓ પૈકી ઘણાં રાશનકાર્ડ ધારકો આ અનાજ બારોબાર વેંચી નાખે છે. રાશનકાર્ડની દુકાનોના ઘણાં માલિકો અને સંચાલકો લોકોને મફત અનાજના બદલામાં રોકડા સ્વિકારી લેવાનો પણ વિકલ્પ આપે છે. આ રીતે સરકારી અનાજ ખાનગી બજારોમાં ઢસડી જવા દુકાનધારકો દ્વારા અનાજ કવર કરી લેવામાં આવે છે. પરંતુ આ દિશામાં તંત્રો દ્વારા કે, સરકાર કક્ષાએથી કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular