Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં બે જૂગાર દરોડામાં 13 શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લામાં બે જૂગાર દરોડામાં 13 શખ્સો ઝડપાયા

દરેડમાંથી 10 શખ્સોને તીનપતિનો જૂગાર રમતા દબોચ્યા: રણુજામાંથી ત્રણ વર્લીીબાજ ઝબ્બે

- Advertisement -

જામનગર તાલુકાના દરેડમાં જૂગાર દરોડામાં 10 શખ્સોને રૂા.12,320 ના મુદ્દામાલ સાથે જૂગાર રમતા ઝડપી લીધા હતાં. કાલાવડના રણુજામાંથી વર્લીનો જૂગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લઇ રૂા.1880 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર તાલુકાના દરેડમાં સરદારનગર ગેઈટની સામે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે રેઈડ દરમિયાન રાજેશ જગદીશ યાદવ, અજય રજન યાદવ, ઉમેશ રજન યાદવ, તીલક જગદીશ યાદવ, મુકેશ હીરાલાલપટેલ, હરીદાસ માખન પટેલ, જગદીશ ગજાધર પટેલ, પ્રશાંત સુરેશ પટેલ, કનૈયા વ્રજલાલ પટેલ, ચિન્તામનભાઈ ગુબન્દીલાલ પટેલ સહિતના 10 શખ્સોને રૂા.12,320 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, કાલાવડ તાલુકાના રણુજા ગામમાં વર્લી મટકાના જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન ઈબ્રાહિમ ઉર્ફે હિપ્પી ઈસ્માઈલ ખુરેશી, રસીદ ઉર્ફે ગોબરો હારુન બાનાણી અને ઈમરાન ઉર્ફે રાહુલ ઈકબાલ બાનાણી નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ રૂા.1880 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular