જામનગર તાલુકાના ખીમલિયા ગામમાં આવેલી નાગમતિ નદીના પટ્ટમાંથી પોલીસે છ શખ્સોને તીનપતિનોજૂગાર રમતા રૂા.43,220 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના તમાચણ ગામમાંથી જુગાર રમતા સાત શખ્સોને રૂા.13200 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના ખીમલીયા ગામમાં નાગમતિના પટ્ટમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની એએસઆઈ એમ.એલ.જાડેજા, પો.કો. રાજદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ પીઆઈ પી.એલ. વાઘેલા, પીએસઆઈ એમ.એ. મોરી, એએસઆઈ મહિપાલસિંહ જાડેજા તથા હેકો નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા તથા પો.કો. ખીમાભાઈ જોગલ, સુમિતભાઈ શિયાર તથા રાજદિપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન રાજુ હીરા માટીયા, ભલા માધા કંબોયા, રવિ ગોપાલ ખટાવરા, સુનિલ કાનજી લીંબડ, સાગર ગોપાલ ખટાવરા, અશ્ર્વિન ગોરધન સુતાપરા સહિતના છ શખ્સોને રૂા.43,220 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના તમાચણ ગામની નદીના કાંઠે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા જેઠા કમા મકવાણા, મુકેશ કારુ મકવાણા, બહાદુરસિંહ જટુભા પરમાર, ભગીરથસિંહ નવુભા જાડેજા, અશ્ર્વિનસિંહ છોટુભા પરમાર, રાજેન્દ્રસિંહ સવુભા પરમાર, શકિતસિંહ ભગુભા પરમાર સહિતના સાત શખ્સોને પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.13,200 ની રોકડ રકમ અને ગંજીપન સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.