Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયજૂનમાં રસીના 12 કરોડ ડોઝ મળશે: સરકાર

જૂનમાં રસીના 12 કરોડ ડોઝ મળશે: સરકાર

- Advertisement -

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જાહેરાત કરી હતી કે નેશનલ કોવિડ વેક્સિનેશન પ્રોગ્રામ હેઠળ જૂન મહિનામાં લગભગ 12 કરોડ વેક્સિન ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાંથી લગભગ 6.09 કરોડ ડોઝ કેન્દ્ર સરકાર તરફથી મફત આપવામાં આવશે. રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલ્સ દ્વારા સીધી ખરીદી માટે 5.86 કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ કુલ 11,95,70,000 ડોઝ જૂન માટે ઉપલબ્ધ થશે. અત્રે નોંધનીય છે કે મે મહિના દરમિયાન કુલ 7.94 કરોડ વેક્સિન ડોઝ ઉપલબ્ધ થઇ શક્યા હતા.

મે મહિના દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યોને કુલ 4,03,49,830 વેક્સિન ડોઝ મફત સપ્લાય હેઠળ ઉપલબ્ધ કરાવી હતી. આ ઉપરાંત મે મહિના દરમિયાન રાજ્યો સાથે ખાનગી હોસ્પિટલો દ્વારા ખાનગી ખરીદી માટે કુલ 3,90,55,370 ડોઝ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આમ મે મહિના દરમિયાન કુલ 7,94,05,200 ડોઝ દેશના વેક્સિનેશન પ્રોગ્રામ માટે ઉપલબ્ધ હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે વેક્સિન ડોઝની ફાળવણી માટે ડિલિવરી શિડયૂલ રાજ્યોની સાથે પહેલેથી જ શેર કરવામાં આવશે.

સિરમ ઈન્સ્ટિટયૂટ દ્વારા તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે, કંપની દ્વારા જૂન મહિનામાં કોવિશિલ્ડના 10 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં એમ પણ જણાવાયું હતું કે, મે મહિનામાં કંપનીના ઘણા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાથી કામ થોડું ધીમું થયું હતું પણ તાજેતરમાં ઉત્પાદન વધી રહ્યું છે. તેમાં હજી પણ વધારો કરાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular