Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારધારાગઢ નજીક જાનૈયાનો ટ્રક પલ્ટી ખાઈ જતાં 12 જાનૈયાઓને ઈજા

ધારાગઢ નજીક જાનૈયાનો ટ્રક પલ્ટી ખાઈ જતાં 12 જાનૈયાઓને ઈજા

ગંભીર ઘવાયેલા ચાર વ્યક્તિને જી. જી. હોસ્પિટલ ખસેડાયા : અન્ય લોકોને લાલપુરની સીએચસી હોસ્પિટલમાં ખસેડાયા

લાલપુર તાલુકાના મેમાણા ગામથી ધારાગઢ તરફ જઈ રહેલી જાનનો ટ્રક ફાટક પાસે પલ્ટી ખાઇ જતાં એક ડઝન જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મેમાણા ગામથી જાનનો ટ્રક ભાણવડ તાલુકાના ધારાગઢ તરફ જઇ રહ્યો હતો તે દરમિયાન ફાટક પાસે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા પલ્ટી ખાઈ જતાં તેમાં બેસેલા બાર જેટલા જાનૈયાઓને ઈજા પહોંચી હતી. તે પૈકીના ચારને ગંભીર ઈજા પહોંચતા જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા લાલપુર સીએચસીમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular